ચક્ષુદાન
રાજકોટ:
જૈન સમાજના શ્રીમતી જ્યોતિબેન મધુભાઇ પારેખ અવસાન પામતા તેમના પુત્ર અને શહેર ભાજપ
વોર્ડ નંબર-7 ના મહામંત્રી દીપકભાઇ પારેખ, પુત્રી રીટાબેન, બીનાબેનની સહમતીથી
અને જૈન ચાલ સંઘ પૂર્વ પ્રમુખ પરેશભાઇ સંઘાણીની પ્રેરણાથી
ચક્ષુદાન કરાયું હતું. ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબ માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન અભિયાન સંયોજક
અનુપમ દોશી, ઉપેનભાઇ મોદી દ્વારા ડો. ધર્મેશ શાહના સહકારથી થયું હતું.
રાજકોટ:
ઠા. પ્રવીણભાઇ ચુનીલાલ ખીમાણી (ઉ.76) તે જાગૃતિબેન ખીમાણી (રઘુવંશી મહિલા અગ્રણી),
પારૂલબેન રાજેશકુમાર કુંડલીયા (બોમ્બે), પરેશભાઇ, દિવ્યેશભાઇના પિતા, ઉષાબેન વિઠલાણી,
ચંપાબેન ઠકરાળના મોટા ભાઇનું તા.3 ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.4
નાં સાંજે 4-30 થી 6 ગંગેશ્વર મહાદેવ મંદિર, શેરી નંબર-2 કોર્નર, એસ.કે. ચોક, શાક માર્કેટ
પાસે, ગાંધીગ્રામ રાજકોટ છે.
ગાંધીનગર:
વડીયા નિવાસી હાલ ગાંધીનગર રાજગોર બ્રાહ્મણ સવિતાબેન શિવલાલભાઇ દવે (ઉ.84) તે સુખદેવભાઇ
(ગૌરવ સિકયુરિટી સર્વિસ), ગીતાબેન તેરૈયા (રાજકોટ) અને જ્યોતિબેન બામટા (રાજકોટ)ના
માતા, ગૌરવભાઇના દાદીનું તા.2 ના અવસાન થયું છે. બેસણું તા.4 ના સાંજે 4 થી 6 બ્રહ્મભવન સેક્ટર-16, ગાંધીનગર છે.
રાજકોટ:
મુળ અનિડા વાછરા, હાલ પારડી જયંતીભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.70) તે સુનિલભાઇના પિતા, કાંતિભાઇ,
મનસુખભાઇ, વજુભાઇના ભાઇનું તા.1ના અવસાન થયું છે. બેસણુ: તા.4નાં બપોરે 4 થી સાંજે
6 રામેશ્વર મહાદેવ મંદિર, પારડી છે.
કાલાવડ: ધુડશિયા નિવાસી સ્વ. દલપતભાઇ ડાયાભાઇ સોનછાત્રાના
પુત્ર, તે જગદિશભાઇ, કિર્તીભાઇ, ભરતભાઇ, સ્વ. પ્રફુલભાઇના નાનાભાઇ તે સુરેન્દ્રનગર
નિવાસી સ્વ. ગોરધનભાઇ, સ્વ. મણીલાલભાઇ, મનસુખભાઇ તથા ભાઇચંદભાઇ રાજવીરના ભાણેજનું તા.1ના
અવસાન થયું છે.
પોરબંદર:
હંસાબેન વિનોદરાય ઠક્કર (દક્ષીણી) (ઉ.73) તે જીગ્નેશભાઇ (પોરબંદર), ભાવિનીબેન (અમરેલી)ના
માતા, ડો. મેહુલકુમાર ઠક્કરના સાસુ, મુકેશભાઇ, રાજુભાઇના કાકી, ગોકળદાસ માધવજી લાખાણીના
પુત્રીનું તા.3 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.4નાં બપોરે 5 થી 5-30 લોહાણા મહાજનવાડીના
પ્રાર્થના સભા હોલમાં ભાઇઓ તથા બહેનોની સંયુકત છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિ જયેશભાઇ ચીમનભાઇ ચૌહાણ (એલઆઇસી) (ઉ.64) તે સ્વ. ચીમનભાઇ
લક્ષ્મણભાઇ ચૌહાણના પુત્ર, હિનાબેનના પતિ, અમરના પિતા, સુરભીબેન (લંડન), રજનીબેન, રાજુભાઇના
મોટાભાઇ, મોહનભાઇ કલ્યાણજીભાઇ વાઘેલા (ગોંડલ)ના જમાઇનું તા.30ના અવસાન થયું છે. બેસણું
તા.4/5ના સાંજે 5 થી 6 પરમાર કિશોર સ્મૃતિ ભવન, સાંગણવા ચોક, રાજકોટ છે.
જામનગર:
જામનગર નિવાસી અને મૂળ સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ ત્રાપજ (ભાવનગર વાળા),
સ્વ. નિરંજનાબેન જગદીશચંદ્ર ભટ્ટ તે નિમિત, મીમાંસાબેન (માધવી), ધરતીબેનના માતા, સ્વ.
પ્રતાપરાય મહેતાના પુત્રી, સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, સ્વ. અશોકભાઇના બહેન,
સ્વ. જિતેન્દ્રભાઇ, વિનુભાઇ તથા સ્વ. દેવેન્દ્રભાઇના ભાભીનું તા.3ના અવસાન થયું છે. સાદડી તા.4ના સાંજે
4 થી 6 નટરાજ, જે.પી. પાર્ક, 10/3 પટેલ કોલોની, ખ્યાતી ફલેટની સામે જામનગર છે.
ગોંડલ:
મૂળ ધોલેરા હાલ ગોંડલ શક્તિસિંહ હિંમતસિંહજી ચુડાસમા તે મયુરસિંહ, હરશ્યામસિંહના નાના
ભાઇ, જીતેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહના કાકા, દર્શનસિંહના પિતાનું તા.1 ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.4 ના 4 થી 6 અક્ષર
મંદિર સભા ગૃહ ખાતે ગોંડલ છે.
રાજકોટ:
ઠા.પ્રવીણભાઈ ચુનીલાલ ખીમાણી (ઉં.76) તે જાગૃતિબેન ખીમાણી (રઘુવંશી મહિલા અગ્રણી તથા
રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ એન્ડ ચિલ્ડ્રન ક્લબના પ્રમુખ), પારૂલબેન રાજુકુમાર કુંડલીયા
(મુંબઈ), પરેશભાઈ, દિવ્યેશભાઈના પિતા, ઉષાબેન વિઠલાણી, ચંપાબેન ઠકરારના મોટાભાઈ, સ્વ.મનસુખલાલ
નરભેરામ સાણી (ત્રંબા)ના જમાઈનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની
સાદડી તા.4ના 5 થી 6, ગંગેશ્વર મહાદેવ મંદિર, શેરી નં.2 કોર્નર, એસ.કે.ચોક પાસે, શાક
માર્કેટ પાસે, ગાંધીગ્રામ, રાજકોટ છે.