• બુધવાર, 13 મે, 2026

avshan nodh

તાલાલા પંથકના વરિષ્ઠ રાજકીય-સામાજીક અગ્રણી નારણભાઇ પંપાણિયાનું અવસાન

તાલાલા ગિર: તાલાલા તાલુકાનાં આંબળાશ ગિર ગામના વતની અને વરિષ્ઠ રાજકીય, સામાજિક અગ્રણી નારણભાઇ રામભાઇ પંપાણિયા (ઉ.70)નું તા.4થી એ અવસાન થયું છે. લોકપ્રિય અગ્રણીના અવસાનના સમાચાર તાલાલા વિસ્તારમાં પ્રસરતા સર્વત્ર ગમગીની પ્રસરી ગઇ હતી. તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સ્મશાન યાત્રામાં તમામ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાઇ સ્વર્ગસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

 

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના કંચનબેન પ્રાણલાલ કોઠારીનું અવસાન થતાં તેમના પુત્રોની સહમતીથી અને પીયૂષભાઇ દોશીની પ્રેરણાથી ચક્ષુદાન વિવેકાનંદ યુથ કલબ માર્ગદર્શક મુકેશ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટ: આરતીબા તે તખ્તસિંહ (તખુભા) રાઠોડના પત્ની, સંદીપસિંહના માતા તેમજ અશોકસિંહ (બટુકસિંહ) હેમંતસિંહ રાઠોડના કાકીમા, દક્ષરાજના દાદીમા તથા સ્વ.દાનુભા રાણુભા ગોહિલના દિકરીબાનું તા.3 ને રવિવારે અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7 ને ગુરૂવારે સાંજે પ થી 7 મેઘાણી રંગભવન, ભક્તિનગર, સોસાયટી સર્કલ, રાજકોટ ખાતે છે.

જામનગર: શશીકાંત મહેતા (ઉ.વ.91) તે સ્વ.રતિલાલ અમૃતલાલ મહેતાના પુત્ર સ્વ.હસમુતીબેનના પતિ, શૈલેષ, સંજય, ભાવના નરેશકુમાર પટવા, સ્વ.નિતા, સ્વ.રીટા રાજેશકુમાર કોઠારી તથા ચેતના મનિષકુમાર શાહના પિતા, દિપાબેનના સસરા, પ્રિયાંશના દાદા તેમજ મિતેષ, અભય, હેમાંગી, હિનલના નાના અને રજનીકાંતભાઈ, સ્વ.કિશોરભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, અજીતભાઈ, સ્વ.મનુબેન, ઉષાબેન તથા સ્વ.ઈન્દુબેનના ભાઈ તેમજ સ્વ. મોરારજીભાઈ ગોકળદાસ દોશીના જમાઈનું તા.4 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.6 ને બુધવારે સવારે 9.30 શ્રી મોટા ઉપાશ્રય, લાલબાગ સામે, જામનગર ખાતે છે.

રાજકોટ: ભારતીબેન (ઉ.વ.7ર) તે મોરબી હાલ રાજકોટ નિવાસી રમેશભાઈ અજાગીયાના પત્ની, નરેશભાઈ તથા સ્વ.નૈમિષના માતાનું તા.3 ને રવિવારે અવસાન થયું છે. બેસણુ તા.7 ને ગુરૂવારે સાંજે પ થી 7, ગુણેશ્વર મહાદેવ મંદિર, શ્રીનગર શેરી નં.પ, સહકાર રોડ પાસે, રાજકોટ ખાતે છે.

ચક્ષુદાન

રાજકોટ: કુસુમબેન અરવિંદભાઇ ખંધડિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 849મું ચક્ષુદાન થયેલું છે.

જામનગર: શારદાબેન (ઉ.વ.88) તે ગો.વા. વૃજલાલ જમનાદાસ માંડવીયાના પત્ની, અતુલભાઈ, દિપકભાઈ, રાજેશભાઈ, પરેશભાઈ અને મીનાબેન અમૃતલાલ કારિયાના માતાનું તા.3 ને રવિવારે અવસાન થયુ છે.

રાજકોટ: હિતેશભાઈ (ઉ.વ.પ8) તે ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ભેંસદડ, હાલ રાજકોટ નિવાસી સ્વ.બેચરભાઈ રામજીભાઈ ગોહેલના પુત્ર, સ્વ.રતિલાલ, સ્વ.દયાળજીભાઈ અને અમુભાઈના નાનાભાઈ તેમજ મનિષભાઈના મોટાભાઈ અને દીપકભાઈ તથા કુલદીપના કાકા, ક્રિષ્ના, ધાર્મિક, ભક્તિના પિતા અને પરિતોષ છાંટબાર (મામલતદાર) ના સસરાનું તા.રપ ને શનિવારે અવસાન થયું છે. ઉતરક્રિયા તા.પ ને મંગળવારે ગોકુલમ હાઉસિંગ સોસાયટી, ઈસ્કોન મંદિરની સામે, રાજકોટ ખાતે છે.

મોરબી: હસુમતીબેન રમેશચંદ્ર પંડયા (ઉં.79) નિવૃત્ત શિક્ષક તે અંજનાબેન મહેતા, મીનાક્ષીબેન મહેતા, યોગીતાબેન ત્રિવેદી, કલ્પનાબેન મહેતા, હેતલબેન વ્યાસ તથા પૂનમબેન પંડયાના માતા તેમજ મનહરભાઈ, જનકભાઈ તથા ધીરુભાઈ પંડયાના મોટાભાભી તથા યોગેશભાઈ, રાજુભાઈ, રોહિતભાઈ, અમિતભાઈના ભાભુનું તા.4 ના અવસાન થયુ છે. બેસણુ રામેશ્વર મહાદેવ મંદિરે હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે મોરબી-ર ખાતે 4.30 થી 6 છે.

રાજુલા: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ હેમાળ હાલ રાજુલા હિંમતલાલ વેણીશંકર રાજ્યગુરુ (ઉ.80) તે શશીકાંત રાજ્યગુરુ (કવિ હેમાળવી), માધવીબેન મયુરભાઈ મહેતા (રાજકોટ), ઈલાબેન અશ્વિનભાઈ જોશી (મહુવા)ના પિતા તેમજ હર્ષદભાઈ રાજ્યગુરુ અને વિધિબેન અંકિતકુમાર ઠાકર (ભરૂચ)ના દાદાનું તા.3 ના રોજ અવસાન થયુ છે. બેસણુ તા.7 ના ગુરૂવારે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અમારા નિવાસ સ્થાન સવિતાનગર શેરી નંબર-ર, પરમશુભ, રાજુલા ખાતે રાખેલ છે.

ગોંડલ: સ્વ.દયાળજીભાઈ હરજીવનભાઈ પડિયાના પુત્ર રજનીભાઈ (ઉં.78) તે મનીષના પિતા તથા મનહરભાઈના નાનાભાઈ તથા ભરતભાઈ અને પ્રમોદભાઈના મોટાભાઈનું તા.3 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.7 ને ગુરૂવારે સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, મોટી બજાર, વેરી દરવાજા પાસે, ત્રણ બત્તી ચોક, ગોંડલ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક