પોરબંદરમાં
ભારતીય જનસંઘના પીઢ આગેવાન નરેન્દ્રભાઇ જોષીનું અવસાન
પોરબંદર:
પોરબંદરમાં ભારતીય જનસંઘના પીઢ આગેવાન, ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા નરેન્દ્રભાઇ નરસંગલાલ
જોષીનું અવસાન થતાં શોક છવાયો છે. નરેન્દ્ર જોષીએ વિચારધારા પ્રત્યે અડગ વિશ્વાસ, સંગઠનપ્રેમ
અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે રાજકારણને માત્ર સત્તા નહીં પરંતુ સેવા તરીકે સ્વીકાર્યુ.
જનસંઘના કઠિન સમયમાં જ્યારે સંગઠન પાસે સીમિત સાધનો હતા, ત્યારે તેમણે ગામે ગામ જઇ
વિચાર પ્રસાર કર્યો, નવા કાર્યકર્તાઓ તૈયાર કર્યા, રાષ્ટ્રવાદી વિચારધારાને સમાજના
અંતિમ માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સ્વ. નરેન્દ્ર જોષીની જીવન કથાનું વિસ્તૃત
વર્ણન “સંઘ જનસંઘ અને ભાજપ સ્વાનુભવ સ્મૃતિ સ્પંદન”માં કરાયું છે. આ પુસ્તકનું આગામી
પખવાડિયામાં વિમોચન થશે. તેમના અવસાનથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, સંઘ પરિવારની તમામ
સંસ્થાઓ, ખાસ કરીને ભારતીય મજદૂર સંઘ, ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ પડી છે. તેમની
સેવા, સમર્પણ, સંઘર્ષ ભાવિ પેઢીના કાર્યકર્તાઓ માટે પ્રેરણાત્રોત બની ર હેશે તેમ સિનિયર
કાર્યકર્તાઓ સુનિલભાઇ ગોહેલ, ભરતભાઇ મોદી વગેરેએ દીપકભાઇ જીંગીએ જણાવ્યું છે.
ચક્ષુદાન
રાજકોટ:
દિનેશભાઈ રવજીભાઈ ટીલવાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 850મું ચક્ષુદાન થયું છે.
પોરબંદર:
વિનોદકુમાર કાનજીભાઇ દત્તાણી (ઉ.84) તે સ્વ. વ્રજલાલભાઇ, પ્રવીણભાઇ, બીપીનભાઇ, સ્વ.
રસીકભાઇ નરોત્તમદાસ માલીયા (શાહ)(મુંબઇ)ના જમાઇનું તા.3 ના અવસાન થયું છે. પ્રાર્થના
સભા તા.6 નાં 4 થી 5 ચોપાટી પર આવેલ લોર્ડઝ હોટલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.
રાજકોટ:
કારડીયા રજપુત ઉષાબેન ભગવાનજીભાઇ બારડ (ઉ.62) તે સ્વ. ધનજીભાઇ, ભરતભાઇ, ભુપેન્દ્રભાઇના
બહેન તથા મિલનભાઇ, કિશનભાઇના ફઇબાનું તા.4
ના અવસાન થયું છે. બેસણુ: તા.7નાં સાંજે 5 થી 7 કુવાવાળી ખોડીયાર મંદિર, લક્ષ્મીવાડી
કવાર્ટર, રાજકોટ છે.
ગોંડલ: લુહાર અરવિંદભાઇ લાલજીભાઇ રાઠોડ (ઉ.75) તે પંકજભાઇ,
મનીષભાઇ, ધર્મિષ્ઠાબેનના પિતાનું તા.4નાં અવસાન થયું છે. બેસણું તા.8 નાં સાંજે 4 થી
6 ઉદ્યોગનગર કોમ્યુનિટી હોલ, કૃષ્ના વેબ્રીજ સામે ગોંડલ, પિયર પક્ષનું બેસણું સાથે
છે.
રાજકોટ:
તખ્તસિંહ (તખુભા) રાઠોડના પત્ની આરતીબા તે સંદિપસિંહના માતા, અશોકસિંહ (બટુકસિંહ) હેમંતસિંહ
રાઠોડના કાકી, દક્ષરાજના દાદીમા, સ્વ. દાનુભા રાણુભા ગોહિલ (મુ. માલવણ, તા. સિહોર)ના
દીકરીનું તા.3ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7ના સાંજે 5 થી 7 મેઘાણી રંગભવન,
ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
રાજકોટ:
શારદાબેન વૃજલાલ લોઢિયા (ઉ.98) તે પ્રમોદભાઇ (અમેરિકા), અશ્વિનભાઇ (અમેરિકા), પરેશભાઇ
(એડન ઇલેકટ્રોનિકસ) અને મહેશભાઇ (એડન ઇલેકટ્રોનિકસ)ના માતાનું તા.5નાં અવસાન થયું છે.
બેસણું તા.7નાં સાંજે 5-30 થી 6-30 કલાકે યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ
રોડ, રાજકોટ છે.
જૂનાગઢ:
સરોજબેન (સુશીલાબેન) ત્રિવેદી તે સ્વ. સુમંતભાઇના પત્ની, ભારતભાઇ, ક્રતુભાઇ (િડઝાસ્ટર),
નીતાબેન દિલીપકુમાર વ્યાસના માતા તથા સ્વ. છગનલાલ ગૌરીશંકર આચાર્યના પુત્રી, જાગૃતિબેન,
સીમાબેનના સાસુ, ક્રિષાની રીષિકુમાર મહેતા તથા સાક્ષી ભારતભાઇ ત્રિવેદી, રૂત્વિ ક્રતુભાઇ
ત્રિવેદીના દાદીનું તા.4 ના અવસાન થયું છે.
જામખંભાળિયા: રેખાબેન હર્ષદરાય મલકાન (ઉ.75) તે સ્વ. હર્ષદરાય
મણિલાલ મલકાનના પત્ની, મયુર મલકાન (એડવોકેટ), હસ્મિતા જીતેન્દ્રભાઇ જનાણી (જામનગર),
બીન્નીબેન નિમેષકુમાર ધ્રુવ (જામનગર), ડિમ્પલબેન રાકેશભાઇ કગરાણા (માંગરોળ)ના માતા,
જયના દાદીનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7નાં સાંજે 5 થી 5-30 ભાઇઓ તથા
બહેનો માટે જલારામ મંદિર, ખંભાળિયા છે. લૌક્કિ ક્રિયા બંધ રાખેલ છે.
જામખંભાળિયા:
જયદીપસિંહ મંગળસિંહ જાડેજા હાલ મુંબઇ (મૂળ ચાંચાવદરડા વતની, તા.મા.િમયાણા) તે સ્વ.
મંગળસિંહ ધીરૂભા જાડેજાના મોટા પુત્ર, યોગેન્દ્રસિંહના ભત્રીજા, દેવેન્દ્રસિંહ (પ્રદેશ
મહા મંત્રી નરેન્દ્ર મોદી, વિચાર મંચ ગુજરાત)ના નાનાભાઇ, જમનાવડના સોલંકી યોગેન્દ્રસિંહના જમાઇ, વિશ્વજીતસિંહના બનેવીનું
તા.3 ના અવસાન થયું છે. બેસણું તા.7ના સવારે 9 થી સાંજે 6 સુધી તેમના નિવાસસ્થાને ચાંચાવદરડા
છે.
જૂનાગઢ:
પમીબેન કનૈયાલાલ સખાણી તે મહેશભાઈ, કિશોરભાઈ (ગલિયાવાડ)ના માતા, પંકજભાઈના દાદીનું
તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 5-30 કલાકે અંબિકા નગર, સિંધી જનરલ પંચાયતની
વાડી, અંબિકા નગર, બસ સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ છે.
કાલાવડ
(શીતલા): સ્વ.નરોત્તમદાસ પ્રાણજીવન બોસમીયાના પુત્ર સ્વ.શશીકાંતભાઈના પત્ની કાંતાબેન
(ઉં.71) તે ચિંતનભાઈ, મોનિકાબેન પડિયા (જેતપુર), દિપ્તીબેન જાજલ (રાજકોટ), હીનાબેન
પડિયા (જેતપુર)ના માતા, રાજકોટવાળા સવરાજભાઈ પ્રેમચંદભાઈ આશરાના દીકરીનું તા.4ના અવસાન
થયું છે. બેસણું તા.7ના સાંજે 5થી 6, જૈન ભોજનશાળા, પહેલો માળ, મેઈન બજાર, કાલાવડ
(શીતલા) છે.