• મંગળવાર, 23 એપ્રિલ, 2024

avsan nondh

સ્થાનકવાસી જૈન સમાજના પ્રવચન પટુ

કાન મુનિજી મહારાજ કાળધર્મ પામ્યા

રાજકોટ : ધર્મદાસ સંપ્રદાયના પ્રવચનકાર કાનમુનિજી મ.સા. તા.1ના 91મા જન્મદિને દીર્ઘ દીક્ષા પર્યાય સહિત જલગાંવ ખાતે રતનલાલ સી. બાફના સ્વાધ્યાય ભવન ખાતે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. સાંજે 5 કલાકે પાલખીયાત્રા નીકળી હતી. કાનપુરમાં ધીરગુરુદેવે ગુણાનુવાદમાં જણાવેલું કે એક જ પરિવારમાં કુલ 6 દીક્ષા થઈ હતી, જેમાં તપસ્વી લાલચંદ્રજી મ.સા. (િપતા) તથા તેમના ત્રણ પુત્ર માનમુનિજી, કાન મુનિજી અને પારસ મુનિજી તથા પુત્રીઓ મેનાકુંવરજી મ.સ. અને કૌશલ્યાકુંવરજી મ.સ. હતાં. મુંબઈ, અમદાવાદ, રજકોટમાં વર્ષો સુધી વિચરણ કર્યું હતું.

 

 

ચક્ષુદાન

પોરબંદર: દિનેશભાઈ બાબુલાલ ઠકરાર (ઉં.77) તે સ્વ.નટુભાઈ, રમુભાઈ (રાજકોટ), બિપીનભાઈના નાનાભાઈ તથા ઇશિતાબેનના પિતાશ્રી, તે ડો.નૈસદભાઈ જીવરાજાનીના સસરા તેમજ બેનાબેન મહેન્દ્રભાઈ કક્કડ, સ્વ.જ્યોત્સનાબેન દીપકભાઈ ઠક્કર (અમદાવાદ) તથા નીરૂબેન અરૂણભાઈ રૂઘાણી (લંડન)ના ભાઈ તથા સ્વ.મગનલાલ ધનજીભાઈ રૂઘાણી (પોરબંદર)ના જમાઈ અને કિશોરભાઈ કાકુભાઈ ઠકરારના પિતરાઈ ભાઈનું તા.1ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.2ના મંગળવારે 4-15થી 4-45 લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની સંયુક્ત છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.

દેહદાન - ચક્ષુદાન

ભાવનગર : સવિતાબેન શંભુપ્રસાદ ત્રિવેદી (ઉં.99)નું તા.28ના અવસાન થતાં સદ્ગતની ઇચ્છા અનુસાર તેમના કુટુંબીજનોએ ચક્ષુદાન અને દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું. રેડક્રોસ દ્વારા આ 5225મું ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. ભાવનગરનું 1016મું દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું.

ચક્ષુદાન

રાજકોટ: મહેન્દ્રભાઈ ચંદુભાઈ પટેલનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 493મું ચક્ષુદાન થયું છે.

માર્ચ 2024માં ચોત્રીસમું (11) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા- મો.94285 06011નો સંપર્ક કરવા જણાવ્યું છે.

કેરીયાચાડ: ગૌરીબેન શાંતિરામબાપુ હરિયાણી (ઉ.72) તે કાર્તિકભાઈ અને કૌશલભાઈ લલિતભાઈ હરિયાણીના દાદી, તે હરેશભાઈ અને જયેશભાઈ સરપદડીયા (બાપુ ગાંઠિયાવાળા અમરેલી)ના સાસુનું તા.30ના અવસાન થયું છે.

ભંડારિયા: રાજકુંવરબા (ઉ.વ.73) તે મુળ ગામ મગલાણા હાલ ભાવનગર સ્વ.િવરભદ્રસિંહ જીવુભા ગોહિલના પત્ની, તે યોગેન્દ્રસિંહ (ઉખરલા હાઈસ્કૂલ) તથા દિગ્વિજયસિંહ (પી.ડી.એમ. કોલેજ, રાજકોટ)ના માતુશ્રી, તે શક્તિસિંહ, સહદેવસિંહ, સ્વ.ભારતસિંહ, મનહરસિંહ ગોહિલના ભાભી, તે એકતાબા (કે.પી.ઈ.એસ.શાળા ભાવનગર), મીરાબા (બારવણ પ્રાથમિક શાળા, રાજકોટ)ના સાસુમા, તે હીરવાબા, પૃથુરાજસિંહ, દુર્વાબા, ધૈર્યમાનસિંહ, કાવ્યાબા, કર્મવીરસિંહના દાદીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4-30 થી 6-30, દીપક મેમોરીયલ હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર છે.

સાવરકુંડલા: રંભાબેન લાલજીભાઈ પોપટાણી (ઉ.90) તે દિલીપભાઈ અને અશોકભાઈના માતુશ્રીનું તા.31ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 5 થી 7, નદી કાંઠે, શાક માર્કેટ પાસે, ધોબી શેરી, સાવરકુંડલા ખાતે છે.

માણાવદર: ઉમાબેન ઝીંઝુવાડિયા (ઉ.51) તે પંકજભાઈ મગનલાલ ઝીંઝુવાડિયાના પત્ની, તે વિદ્યાના માતુશ્રી, તે પરેશ, રશ્મીભાઈ, સંજયભાઈ, પિયુષભાઈના ભાભીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4 થી 6, ગીરનારા સોની સમાજની વાડી, માવજી જીણા સોસાયટી, માણાવદર ખાતે છે.

રાજકોટ: દક્ષાબેન અઘેરા તે કાનજીભાઈ નરશીભાઈ અઘેરાના પત્ની, તે દેવેન્દ્ર, જીતેન્દ્ર, વૃજેશના માતુશ્રીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સવારે 8 થી 12, પટેલ સેવા સમાજ, કોડવાવ ખાતે છે.

તાલાલા: માળિયા (હાટીના)ના રહીશ નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મનસુખલાલ મોરારજી ઉપાધ્યાય (હાલ જુનાગઢ)(ઉ.79) તે સમીરભાઈ, ગૌરાંગભાઈ, અલ્પાબેન વીરેશકુમાર દવે (સાસણ), મનિષાબેન હિતેશભાઈ મહેતા (વેરાવળ)ના પિતાશ્રી, તે દિલીપભાઈ, હરેશભાઈ, અતુલભાઈ (તાલાલા)ના ભાઈ, તે ભાલચંદ્ર ભવાનીશંકર મહેતા તથા અંજુબેન રમેશચંદ્ર પંચાલ (અમદાવાદ)ના બનેવીનું તા.31ના અવસાન થયું છે. બેસણું (પ્રાર્થનાસભા) તા.5ને શુક્રવારે 3 થી 6, શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે છે.

ગોંડલ: કાંતિલાલ વિરજીભાઈ વઢવાણા (ઉ.76) તે મુકુંદભાઈ, મંગલભાઈ, ગીતાબેન તથા નિતાબેનના પિતાનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.4ને ગુરૂવારે સાંજે 4 થી 6, સોરઠીયા ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, જોગી હોસ્પિટલની બાજુમાં, પેલેસ રોડ, ગોંડલ ખાતે છે.

મુંબઈ (કાંદીવલી): વડીયા દેવળી નિવાસી હાલ મુંબઈ (કાંદીવલી) રસીકભાઈ ભાઈચંદભાઈ કામદાર (ઉ.84) તે મધુબેનના પતિ, તે ધર્મેશ કામદાર, વીણા પારેખ, દીપા દેશાઈના પિતાશ્રી, તે પ્રજ્ઞા કામદાર, કમલભાઈ પારેખ, જાગેશભાઈ દેશાઈના સસરા, તે પ્રતાપભાઈ કામદાર, સ્વ.ગુલાબબેન વિનયકાંત વિરાણી, વસંતબેન પ્રવિણચંદ્ર પારેખ, દિવ્યાબેન લલિતકુમાર ઝાટકિયા, જ્યોતિબેન શીશીરભાઈ શાહના ભાઈ, તે સ્વ.ધીરજલાલ ત્રિકમજી પારેખ, હરસુખભાઈ ત્રીકમજી પારેખ, સ્વ.શારદાબેન કાંતિભાઈ શેઠ, સ્વ.મુક્તાબેન હસમુખભાઈ દોશી, વિજયાબેન રમેશચંદ્ર રૂપાણી, મનુબેન ધીરજલાલ શાહ, સરોજબેન પુષ્કરભાઈ દેસાઈ, તરૂબેન શૈલેષચંદ્ર મહેતાના બનેવીનું તા.30ને શનિવારે અવસાન થયું છે. પ્રાર્થનાસભા ગુરૂવાર તા.4ના સવારે 10 થી 12, કાંદિવલી (વેસ્ટ) મુકામે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય એસ.વી.રોડ પર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક