• શનિવાર, 13 જુલાઈ, 2024

પારૂલ યુનિવર્સિટીનાં નામે રેક્ટરે રૂ.32 લાખની ફી સેરવી લીધી

47 છાત્ર પાસેથી હોસ્ટેલ ફીનાં નાણાં પોતાનાં ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા : એક  વિદ્યાર્થીની પણ સંડોવણી

વડોદરા, તા.10: પારૂલ નિવર્સિટીના 47 વિદ્યાર્થી પાસેથી હોસ્ટેલ ફીનાં નામે રૂ.31.90 લાખ જેટલી રકમ પોતાનાં ખાતામાં જમા કરાવી લેનાર રેક્ટર સામે પોલીસ ફરિયાદ થઈ હતી. આ કારસ્તાનમાં એક છાત્રની સંડોવણી પણ ખૂલી હતી.

વિગતો મુજબ પારૂલ યુનિવસિટીમાં ચીફ રેક્ટર તરીકે ફરજ બજાવતા આયુસિંહ નંદેસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કેટલા રૂમ ખાલી છે અને કેટલા ભરેલા છે તે અંગે તપાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને રૂમ તો ફાળવાયા હતા પરંતુ ફી ન ભરી હોવાનું ખૂલ્યું હતું. જેથી વિદ્યાર્થીઓને કોલ કરી પૂછપરછ કરતા તેમણે પોતાની ફી રેક્ટર પવન બાબુલાલ તંવરને તેના કહેવાથી પ્રાઇવેટ એકાઉન્ટમાં જમા કરાવી હોવાનું ફલિત થયું હતું.

ત્યારબાદ પવનની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે તેના રૂમમાં મળ્યો નહીં અને તેનો મોબાઇલ ફોન પણ બંધ હતો. જેથી શંકા દ્રઢ બનતા ઊંડી તપાસ કરતા પવને તા.ર3મી ફેબ્રુઆરીથી 30મી જૂન સુધીમાં 47 વિદ્યાર્થી પાસેથી હોસ્ટેલ ફીનાં નામે રૂ.31.90 લાખ જેટલી રકમ લીધી હોવાનું સામે આવ્યું હતું. આ રકમ તેણે કોલેજમાં અભ્યાસ કરતા મંથન ગોવિંદ ગોહેલનાં બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. જેથી મંથનથી પૂછપરછ કરતા પવન ક્રિપ્ટો કરન્સીમાં ખરીદ-વેચાણ કરતો હોવાનું ખૂલ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક