• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

રાજકોટના અગ્નિકાંડ મુદ્દે 80 પાનાનું ચાર્જશીટ, 1 લાખ કેસ પેપર કોર્ટમાં રજૂ

27 નિર્દેષ વ્યકિતનો ભોગ લેવાયાની ઘટનામાં 1પ આરોપી-36પ સાહેદ અને સાક્ષીઓ

રાજકોટ, તા.ર4 :  (ફૂલછાબ ન્યુઝ) ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ર7 વ્યકિતઓના મૃત્યુ નિપજયા હતા અને મનપાના ટીપીઓ તેમજ ગેમ ઝોનના ભાગીદારો સહિત 1પ શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના પ9 માં દિવસે સીટ દ્વારા એક લાખથી વધુ  કેસપેપર અને 80 પાનાથી વધુનું ચાર્જશીટ ચાર થેલામાં ભરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકાર દ્વારા સીઆઈડી ક્રાઈમના વડા સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ સીટની રચના કરવામાં આવી હતી તેમજ સ્થાનિક સીટની રચના કરવામાં આવ્યા બાદ ડીસીપી ડો.પી.એન.ગોહીલ અને એસીપી બી.બી.બસીયા સહિતના અધિકારીઓ દ્વારા આ અગ્નિકાંડની તપાસ શરૂ કરવામાં આવી હતી અને ગેમઝોનના ભાગીદારો, મનપાના ટીપીઓ મનસુખ સાગઠીયા સહિતના અધિકારીઓ સહિત 1પ શખસોની ધરપકડ કરવામાં આવી હતી અને 36પ સાહેદો-સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.આ પ્રકરણની તપાસના અંતે ક્રાઈમ બ્રાંચ દ્વારા એક લાખથી વધુ  કેસ પેપર અને 80 થી વધુ પાનાનુ ચાર્જસીટ સહિતનું ચાર થેલા ભરી સાહિત્ય કોર્ટમાં રજુ કરવામાં આવ્યુ ંહતું.  અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.રપ/પ/ર4ના નાનામવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો અને ર7 વ્યકિતઓનો ભોગ લેવાયો હતો. આ બનાવમાં પોલીસે ગેમ ઝોનના ભાગીદાર યુવરાજસિહ સોલંકી, ધવલ ઠકકર, જમીન માલીકો કિરીટસિહ જાડેજા, અશોકસિહ જાડેજા, અગ્નિકાંડમાં મૃત્યુ પામનાર પ્રકાશ જૈન, લલીત રાઠોડ, સહિતના વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.તેમજ આ પ્રકરણમાં મનપાના ટીપીઓ મનસુખ સાગઠીયા, ફાયર ઓફિસર ભીખા ઠેબા, ઈલેશકુમાર ખેર, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા, વેલ્ડીગ કામ કરનાર મહેશ રાઠોડ, રોહીત વીંગોરા, મુકેશ મકવાણા, નીતીન  જૈન, ગૌતમ જોષી સહિત 1પ શખસોની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ટીપીઓ મનસુખ સાગઠીયા વિરુધ્ધ એસીબીએ રૂ.10 કરોડથી વધુની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો હતો. મનસુખ સાગઠીયાની  દોઢસો ફુટ રીગ રોડ પર ટ્વીનસ્ટાર ટાવરમાં આવેલી ઓફિસમાંથી 1પ કરોડનુ સોનુ, ત્રણ કરોડની રોકડ સહિતની મતા કબજે કરવામાં આવી હતી તેમજ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુધ્ધ પણ એસીબીએ રૂ.79 લાખની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક