• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સુદર્શન સેતુનાં ગાબડાં વાયરલ થતાં દિલ્હી સુધી પડઘા પડયા અંતે અધિકારીઓ રિપેરીંગ માટે દોડયા

ખંભાળિયા: દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ જતા રસ્તા પર 980 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ સુદર્શન સેતુના રસ્તામાં પડેલ ગાબડાં તથા લોખંડ દેખાવાની ઘટના તથા દીવાલમાં તિરાડ પડી હોવાના અખબારોમાં અહેવાલો આવતા જ તંત્ર દોડયું હતું. જિલ્લા તંત્રની ફટકારનાં પગલે સત્તાવાળાઓ દ્વારા તુરંત જ ગાબડાંનું રીપેરિંગ કરાયું હતું.

દરરોજ હજારો લોકો આ સુદર્શન સેતુની મુલાકાતે આવતા હોય રૂ.980 કરોડના આ પુલ પરના મુખ્ય રસ્તામાં સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા આ ગાબડાંના ફોટા, વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા, હવે  રીપરિંરગના વીડિયો પણ વાયરલ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા તથા ટેકનોલોજીના સમગ્ર ભારતમાં પ્રથમ ગણાતા આ સુદર્શન સેતુના મુખ્ય રસ્તામાં ગાબડાં તથા લોખંડ દેખાવાની સ્થિતિની ચર્ચા તથા પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. ત્યાંથી પણ આ પુલના જાળવણી કરવાની સૂચના મળ્યાનું કહેવાય છે.

આ સુદર્શન સેતુનું કામ અને નામ  સાંભળી દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ આવતા હોય ત્યારે આવી નબળી ગુણવત્તાનું કામ ગુજરાતના તીર્થ સ્થળની ખરાબ બાબત દેખાડે તેવું થતું હોય તાકીદે યોગ્ય કરવા પણ લોક માગ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક