• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

સિંહ માટે મોતનો માર્ગ બનતો રેલવેટ્રેક: ભેસાણ નજીક વધુ એક સિંહનું ટ્રેન અડફેટે મોત

મહુવા સુરત ટ્રેન અકસ્માતમાં નવ વર્ષના સિંહનું મોત થતા સિંહ પ્રેમીઓમાં ગમગીની

અમરેલી, તા. 25: (ફૂલછાબ ન્યુઝ) ઘણી વખત જંગલ વચ્ચેથી પસાર થતી રેલગાડી સિંહો માટે મોતનું મશીન બની જાય છે. સરકાર અને કોર્ટ દ્વારા એશિયાટીક લાયનને ટ્રેન અકસ્માતથી બચાવવા અનેક આયોજનો ઘડી કઢાયા છે અને માર્ગદર્શિકા પણ બહાર પાડવમાં આવી છે. આમ છતાં ટ્રેન અડફેટે સિંહના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. ભેસાણ નજીક વધુ એક સિંહનું ટ્રેન અડફેટે મોત થયું હતું.

લીલીયા તાલુકાના ભેસાણ નજીક ગાગડીયો નદીના ટ્રેક પર ગતરાત્રિના 10:40 મિનિટ આસપાસના સમયે મહુવા સુરત પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે રેલવે ટ્રેક પર નવ વર્ષીય સિંહ આવી ચડતા અકસ્માતનો ભોગ બન્યો હતો. અલબત્ત, અકસ્માત બાદ સિંહ ઘાયલ હતો અને જીવીત હતો. આ તકે ટ્રેનના પાઈલોટે સુરત મહુવા ટ્રેન રોકી દીધી હતી.

 રેલવે અધિકારીએ વન વિભાગને સમગ્ર ઘટનાની જાણ કરાતા પાલીતાણા વન્ય પ્રાણી ડિવિઝનના ડી.સી.એફ જયંત પટેલ સહિત વન કર્મચારીઓનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી

 એન્જિન અને ડબ્બા વચ્ચે ફસાયેલા સિહને તાબડતોબ બહાર કાઢી ક્રાંકચ  એનિમલ કેર સેન્ટર ખાતે ટ્રેક્ટર મારફત લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન રાત્રિ ના 1:10 મિનિટે નવ વર્ષીય સિંહનું મોત નિપજ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક