• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

જામનગર જિલ્લાનાં 501 ધાર્મિક સ્થળને નોટિસ : 11નું ડિમોલિશન

જિલ્લામાં ગેરકાયદેસર આવેલા 1794માંથી 1272 ધાર્મિક સ્થળ રેગ્યુલરાઇઝ કરાયાં

જામનગર, તા.27 : જામનગર જિલ્લામાં તમામ ધર્મની 2791 ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે પૈકીની માલિકની જગ્યાઓમાં તેમજ ટ્રસ્ટોમાં આવેલા ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. જે પૈકીની તમામ ધર્મની 1794 ગેરકાયદેસર ધાર્મિક સ્થળો આવેલા હતા. જેમાં નોટિસો આપતા ધાર્મિક સ્થળોના કાગળો, માગણીઓ તેમજ બનાવેલા ટ્રસ્ટો સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા 1272 ધાર્મિક સ્થળોને રેગ્યુલરાઇઝ કરવામાં આવેલી. જામનગર સિટી એસડીએમમાં 1, જામનગર ગ્રામ્યમાં 37, લાલપુરમાં 287, જિલ્લા પંચાયત ડી.ડી.ઓ હસ્તકનાં 947 ધાર્મિક સ્થળનો સમાવેશ થાય છે તેમજ ગેરકાયદેસર આવેલી જામનગર ગ્રામ્યમાં 6, લાલપુરમાં 3 અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા 2 ગેરકાયદેસર ધાર્મિક જગ્યાઓનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

હાલ જામનગર સિટી એસડીએમ, જામનગર ગ્રામ્યની 389, પોલમાં 30, લાલપુરમાં 20, માર્ગ મકાન (સ્ટેટ) 16, માર્ગ મકાન (પંચાયત)ની 19 અને જિલ્લા પંચાયત ડીડીઓમાં આવતી 19 મળીને કુલ 501 ગેરકાયદેસર ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવવામાં આવી છે. જે તે વિભાગ દ્વારા રોજકામ કરવામાં આવતા સંતો મહંતો, પૂજારીઓ, ધર્મગુરુઓ, મૌલવીઓ તેમજ ધર્મપ્રેમી લોકોની લાગણી દુભાઈ રહી છે. ગેરકાયદેસર આવેલા આ 501 ધર્મસ્થળને સ્વૈચ્છાએ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. આજે દડિયા ગામ નજીક રોડની બાજુમાં આવેલા ચૈતન્ય હનુમાન દાદાનાં મંદિર હટાવવા માટે તંત્ર દ્વારા રોજકામ કરવામાં આવતા ગામના સરપંચ સહિતના ધર્મપ્રેમી લોકો પણ પહોંચી ગયા હતા. અધિકારીઓની સમજાવટ, ચર્ચા-વિચારણા બાદ જવાબ આપવાની સહમતી આપી હતી પરંતુ ધર્મપ્રેમી લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક