કેમિકલ કંપનીમાંથી ઓલિયમ ગેસ લીકેજથી અફરાતફરી
પાલઘર,
તા. 3 : મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કેમિલક પ્લાન્ટમાં ઓલિયમ ગેસ લીકેજ બાદ અફરાતફરી
મચી ગઈ હતી અને અત્યાર સુધી લગભગ 2600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
બોઈસર
સ્થિત ભગેરિયા કેમિકલ કંપનીમાં ગઈકાલે ગેસ ગળતરની ઘટના બની હતી. અધિકારીઓના જણાવ્યા
અનુસાર, અત્યાર સુધી લગભગ 2600 લોકોને અન્યત્ર ખસેડાયા છે. ફાયર બ્રિગેડ, એનડીઆરએફએ
ઈમર્જન્સી રિસ્પોન્સની ટીમો સ્થળ પર પહોંચી હતી.
પોલીસે
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી નાખ્યો છે અને મળતા અહેવાલો મુજબ આજે પણ ગેસ લીકેજ જારી
છે. ઓલિયમ ગેસ ગળતરને કારણે બોઈસર ઉપર સફેદ ધુમાડાનાં મોટાં વાદળ જેવી સ્થિતિ સર્જાઈ
છે. આ ઘટનામાં જો કે, કોઈ જાનહાનિ કે ગંભીર તકલીફના અહેવાલ નથી.