કાચા તેલની વધતી કિંમતો ને રૂપિયાનું અવમૂલ્યન : ચાર દિ’માં
2000
કરોડનું નુકસાન : રશિયાની ભારતને ઓઈલ આપવા ઓફર
નવી
દિલ્હી, તા. 03 : મધ્ય-પૂર્વના ઈરાન, ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચે જામેલા મહાયુદ્ધ વચ્ચે
વધતી તાણથી ભારતને આની પરોક્ષ રીતે બેતરફી
અસર થઈ છે, જેમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો અને બીજી તરફ ડોલરની સરખામણીએ
રૂપિયાનું અવમૂલ્યન છે. આમ છેલ્લા ચાર દિવસમાં જ ભારત ઉપર અંદાજે રૂા. 2000 કરોડથી
વધુનો બોજો ઊભો થઈ ગયો છે. બીજીબાજુ ખાડી દેશોની કટોકટી ધ્યાને રાખીને ભારતના સદાબહાર
મિત્ર દેશ રશિયા તરફથી ભારતને ઓઈલ આપવાની ઓફર કરી દેવામાં આવી છે.
એક
તરફ ભારત લગભગ પાંચ મિલિયન એટલે કે 50 લાખ બેરલ કાચું તેલ આયાત કરે છે. આ પરિસ્થિતિમાં
તેમાં 10 ડોલર પ્રતિ બેરલ વધારો આવે તો દિવસે
50 લાખ બેરલ પર 10 ડોલર વધારે ચૂકવવા પડી રહ્યા છે. પ્રતિ ડોલર રૂપિયાની કિંમત રૂા.
91 માનીએ તો 455 કરોડ રૂપિયા એક દિવસનો વધારાનો
ખર્ચ થાય છે. આમ ફક્ત તેલ મોંઘું થતાં 1820 કરોડ રૂપિયા વધારાનો બોજો પડી રહ્યો છે.
બીજી
તરફ રૂપિયાનું અવમૂલ્યન થતાં તેની પણ અસર દેખાઈ રહી છે. જો રૂા. 1 ડોલરની સરખામણીએ
એક રૂપિયા જેટલું નબળું પડે તો વાર્ષિક લગભગ રૂા. 16000 કરોડ વધારાનો ભાર વેઠવો પડે
તેમ છે. તેની ગણતરી દિવસો મુજબ કરીએ તો દર ચાર દિવસે લગભગ 175થી 180 કરોડની અસર થાય
છે.
આમ
જોઈએ તો તેલની કિંમતમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે પ્રતિ ચાર દિવસે રૂા.
2000 કરોડની આસપાસ બોજો વધે છે. ભારતમાં ઊર્જાની
એટલી ખપત છે કે તેને પહોંચી વળવા (જુઓ પાનું 10)
અન્ય
દેશોમાંથી આયાત ઉપર આધારિત રહેવું પડે છે. તજજ્ઞોના જણાવ્યાનુસાર આ ત્રેવડા યુદ્ધની
સીધી અસર ભારતની આયાત-નિકાસ પર પડી રહી છે. સમુદ્ર અને હવાઈ માર્ગો પ્રભાવિત થવાથી
કાર્ગો હેરફેરમાં મોટી અસર પડી રહી છે.
જો
આ તાણ લાંબી ચાલે તો ભારતને વૈકલ્પિક આવકના સ્રોતો, રણનીતિક ભંડાર અને નાણાકીય સ્થિરતા
જેવા ઉપાયો પર વધારે જોર આપવું પડશે, જેથી આર્થિક નુકસાનીને સીમિત કરી શકાય.