• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

જાફરાબાદમાં 13 વર્ષની વિદ્યાર્થિની ઉપર શિક્ષકનું દુષ્કર્મ

વિદ્યાર્થિનીના જન્મદિવસે જ આચર્યું દુષ્કર્મ, ત્રણ બાળા સાથે અડપલા

(ફૂલછાબ ન્યુઝ)

અમરેલી, તા. 16ઃ અમરેલીના જાફરાબાદમાં શિક્ષકના પવિત્ર સબંધને લાંછન લગાડતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી ધરાવતા સરકારી શાળાના શિક્ષક સામે જ 13 વર્ષની વિદ્યાર્થિનીનું પાંચ મહિનાથી જાતીય શોષણ કર્યાની અને તેના જન્મદિવસે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. એટલું જ નહીં, અન્ય ત્રણ સગીર વિદ્યાર્થિનીઓ સાથે પણ અડપલા કર્યાની ફરિયાદ નોંધાતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેળાવદર ગામના વતની અને હાલ જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રામશંકરભાઈ બટુકભાઈ પંડÎા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમના પર સગીર વિદ્યાર્થિનીની ઉંમર જાણતા હોવા છતાં તેની સાથે અયોગ્ય વર્તન અને જાતીય શોષણ  કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં વિદ્યાર્થિનીના જન્મદિવસે તેની મરજી વિરુદ્ધ બળજબરીથી સંબંધ બાંધ્યાનો પણ ઉલ્લેખ છે.

રાજુલાના વિભાગીય પોલીસ વડા નયના ગોરડીયાના જણાવ્યા મુજબ, અન્ય કોઈ વિદ્યાર્થિનીઓ પણ ભોગ બની છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપી શિક્ષક સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક