• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

શેરબજારમાં મેનિપ્યુલેશન કૌભાંડ ઃ ગુજરાત સહિત છ શહેરમાં ઊઉના 29 સ્થળે દરોડા

બે લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી રોકાણકારો સાથે છેતરાપિંડીનો આક્ષેપ ઃ એક લાખથી વધુ રોકાણકારોને નુકસાન થયાની આશંકા

અમદાવાદ, તા. 16 ઃ શેરબજારમાં લિસ્ટેડ બે કંપનીઓના શેરના ભાવમાં કથિત ગેરરીતિ અને મેનિપ્યુલેશનના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇડીએ ગુજરાત સહિત છ શહેરમાં કુલ 29 સ્થળોએ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી આર.એમ. ડ્રિપ એન્ડ પ્રિકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી રોકાણકારોને છેતરવાના આરોપોને લઈને કરવામાં આવી છે.

ઇડીની પ્રાથમિક તપાસ મુજબ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન બંને કંપનીઓએ પસંદગીના વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર તથા કન્વર્ટિબલ વોરંટ ફાળવ્યાં હતાં. ત્યારબાદ મલ્ટીબેગર સ્ટોક્સ જેવા નામ ધરાવતા વોટ્સએપ ગ્રુપ મારફતે નાના રોકાણકારોને શેર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે. આ પ્રચારના કારણે રોકાણકારોની સંખ્યા આશરે 3,400થી વધીને એક લાખથી વધુ થઈ હોવાની વિગતો સામે આવી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, શેરના ભાવ ઊંચાઈએ પહોંચ્યા બાદ 25 ફેબ્રુઆરીએ વોટ્સએપ ગ્રુપ અચાનક ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને કંપનીઓના શેરમાં સતત લોઅર સર્કિટ લાગતાં ભાવમાં આશરે 70 ટકાનો ઘટાડો થયો હતો. પરિણામે મોટી સંખ્યામાં નાના રોકાણકારોને આર્થિક નુકસાન વેઠવું પડÎું હોવાની આશંકા છે.

ઇડીએ મુંબઈ, નાસિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં દરોડા પાડÎા હતા. કાર્યવાહી દરમિયાન દસ્તાવેજો, ડિજીટલ સાધનો, શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકતોને લગતા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક