સીમાંકન સહિત ખરડા માટે સરકારની સંખ્યાબળ સાધવાની કવાયત
નવી દિલ્હી, તા. 16 : રાજકીય જગતમાં તીર્વ સંઘર્ષની સ્થિતિ વચ્ચે કેન્દ્ર
સરકાર ચાલુ મહિને જ સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે.
આ સત્રમાં
લોકસભા બેઠકો વધારવા બંધારણ સુધારા વિધેયક, સીમાંકન ખરડો, કેન્દ્ર શાસિત પ્રદેશ સુધારા
ખરડો પસાર કરાવાશે. સાથે મહિલા અનામત પણ લાગુ કરાય, તેવી શક્યતા મજબૂત છે.‘છ મહિના
પહેલાં સરકાર લોકસભામાં બે તૃતિયાંશ બહુમત સાધી શકી નહોતી, હવે સરકારે સંખ્યાબળ સાધી
લીધું હોવાનું કહેવાય છે.
વિશેષ
સત્ર બોલાવવાનાં લગભગ એક સપ્તાહ પહેલાં તેની ઘોષણા થઇ શકે છે. સંસદનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટના ખતમ થયું હતું, પરંતુ
તેનું હજુ સુધી સત્રાવસાન કરાયું નથી.
હવે
કેન્દ્ર સરકાર દ્રમુકનું સમર્થન મેળવવા માટે કોશિશ કરી રહી છે. તામિલનાડુમાં ચૂંટણી
બાદ દ્રમુક કોંગ્રેસથી અલગ થઇ ગયો છે.
ત્યારબાદ
દ્રમુક ‘ઈન્ડિયા’ જોડાણથી પણ અલગ થઇ ગયો છે. સંસદમાં સંખ્યાબળ વધુ મજબૂત કરવા સરકાર
નાના પક્ષોનેય સાધી રહી છે.
લોકસભામાં
543માંથી એનડીએના 318 સાંસદ છે. ખરડા પસાર કરાવવા બે તૃતિયાંશ અર્થાત 360 સાંસદ જોઇએ.
દ્રમુકના 22 સાંસદ સમર્થન આપે પછી પણ ભાજપને 20 સાંસદની જરૂર રહેશે.
સીમાંકન
પર સર્વપક્ષીય બેઠક કરો : ખડગે
કોંગ્રેસ અધ્યક્ષનો વડાપ્રધાન મોદીને પત્ર : પક્ષોને
ચર્ચા માટે પૂરતો સમય આપો
નવી
દિલ્હી, તા. 16 : મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ દેખાવો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ શુક્રવારે સીમાંકન પર વિવાદ છેડયો હતો. ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર
લખ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે પી.એમ.ને પત્રમાં સીમાંકન સાથે જોડાયેલા નવા પ્રસ્તાવોને
અંતિમ રૂપ આપવા અને સંસદમાં રજૂ કરવાથી પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી
હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ એવું પણ કહ્યું હતું કે, બધા રાજકીય પક્ષોને
પ્રસ્તાવો પર આપસમાં અને હિતધારકો સાથે વિચારવિમર્શ માટે પૂરતો સમય અપાવો જોઇએ.સરકારે
વધુ એકવાર દૂરગામી અસરોવાળા બંધારણ સુધારા વિધેયકને સંસદમાં બળજબરીથી પસાર કરાવવાનો
પ્રયાસ કરવો ન જોઇએ તેવું પણ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ
અધ્યક્ષે દાવો કર્યો હતો કે, 17 એપ્રિલના બે તૃતિયાંશ બહુમતનું સમર્થન નહીં મળતાં સીમાંકન
ખરડા મુદ્દે સરકારને ‘િનર્ણાયક અંતર’થી હારનો સામનો કરવો પડયો હતો.સરકારે પોતાના નવા
પ્રસ્તાવોને અંતિમ રૂપ આપવા પહેલાં તમામ રાજકીય પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કરવી જોઇએ
તેવું ખડગેએ વડાપ્રધાનને પત્રમાં જણાવ્યું હતું.વ્યાપક સહમતી સધાયા પછી જ સરકાર આગળ
વધે તે યોગ્ય હોવાનું કોંગ્રેસ સાંસદે પત્રમાં નોંધ્યું હતું.