-ખેડાના ઓએનજીસીના ઓઈલ કૂવામાંથી ચોરી કરી અમદાવાદમાં વેચાણ માટે લવાતું હતું ક્રૂડ ઓઈલ ; વટવા-વિંઝોલ રીંગરોડ પર પાર્કિંગમાં દરોડો પાડી એટીએસની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 19 ઃ ગુજરાત એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) દ્વારા રાજ્યમાં ચાલી
રહેલા ક્રૂડ ઓઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વટવા-વિંઝોલ રીંગરોડ
પર આવેલા એક પાર્કિંગમાં દરોડો પાડીને એટીએસની ટીમે અંદાજે 8,000 લિટર ચોરાયેલું ક્રૂડ ઓઈલ ઝડપી પાડÎું છે. આ મામલે કુલ છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે
તમામ છ આરોપીઓના 23મી સુધીના રિમાન્ડ
મંજૂર કર્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે
આરોપીઓએ ખેડા જિલ્લાના સારસા ખાતે આવેલા ઓએનજીસીના ઓઈલ કૂવા નંબર-26માંથી ફાઈટર પંપ અને કાસિંગ વાલ્વની મદદથી મોટા પ્રમાણમાં ક્રૂડ
ઓઈલની ચોરી કરી હતી. ત્યારબાદ આ તેલને ટેન્કર અને
ટ્રક મારફતે અમદાવાદ લાવી તેનું વેચાણ કરવાની
વ્યવસ્થા કરવામાં આવી હતી. એટીએસ દ્વારા સ્થળ પરથી ટેન્કર અને ટ્રક સહિત અંદાજે 8,000 લિટર શંકાસ્પદ ક્રૂડ ઓઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં ગફ્ફાર રંગરેજ (ઉં.વ.
61),
મોહસીન રંગરેજ (ઉં.વ. 35),
મોહમદ જાવેદ રંગરેજ (ઉં.વ. 44),
નસીરૂદ્દીન ઉર્ફે વિકી તાજુદ્દીન મલેક (ઉં.વ.
42),
ભીખા ચૌહાણ (ઉં.વ. 46)
અને રાયસંગ ઠાકોર (ઉં.વ. 40)નો સમાવેશ થાય છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા
છે, ચોરી કરાયેલા ક્રૂડ
ઓઈલના ખરીદદારો કોણ છે અને આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં એટીએસ દ્વારા
તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ છ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે સમગ્ર રેકેટના મૂળ સુધી
પહોંચવા વધુ તપાસ તેજ બનાવી છે.