• શનિવાર, 27 જુલાઈ, 2024

ગોંડલ સેમળા વચ્ચે તેલના ટેન્કર સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત હાઇ-વે પર તેલ ઢોળાતા બાઇક ચાલકો સ્લીપ થયા, તેલ લેવા પડાપડી !!

ગોંડલ, તા.11: ગોંડલથી સેમળા નેશનલ હાઇ-વે પર વહેલી સવારે તેલ ભરેલા કન્ટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર તેલ ઢોળાતા મફતનું તેલ મેળવવા લોકોએ પડાપડી કરી હતી. કન્ટેનરને ગોંડલ પરત લવાતા હાઇવે પર તેલની રેલમછેલ થતા કેટલાક બાઇક ચાલકો સ્લીપ થયા હતા. દરમિયાન દોડી આવેલા ફાયર ફાઇટરોએ હાઇવે રોડ પર પાણીનો મારો ચલાવી રોડની સાફસુફી કરી હતી. બનાવનાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી. પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે પાંચના સુમારે સેમળાનાં પાટીયા નજીક પાન એગ્રો પાસે ઉભેલા તેલ ભરેલા કન્ટેનર પાછળ ટ્રક ધડાકાભેર અથડાતા કન્ટેનર માંથી તેલ ઢોળાતા સવારના પહોરમાં તેલની લૂંટાલૂંટી કરવા લોકો દોડી ગયા હતા.

માહિતી અનુસાર ગુંદાળા રોડ પર આવેલા ખેડૂત સોલવેકસનું કન્ટેનર તેલ ભરી કંડલા જઇ રહ્યું હતું. જ્યારે વાસુકી ટ્રાન્સપોર્ટનો ટ્રક હાઇબોન્ડ માંથી સિમેન્ટ ભરી રાજકોટ તરફ જઇ રહ્યો હતો. બનાવને પગલે નગરપાલિકા પ્રમુખ મનીષભાઇ ચનીયારા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા બનાવ સ્થળે દોડી જઇ ફાયર બ્રિગેડને જાણ કરતા દોડી આવેલા ફાયર  ફાઇટરોએ રોડ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક