અમદાવાદ, તા. 1 : ધોરણ 12 બોર્ડની પરીક્ષા બાદ આજથી કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ માટે કોમન એડમિશન પોર્ટલ પરથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાતમાં 14 જેટલી સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની આ પ્રક્રિયા ધો.12 બોર્ડનું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી ચાલુ રહેશે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર ગાઈડલાઈન મુજબ રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં આજથી પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વાાિંાિંત://લભફત.લીષલજ્ઞદ.યમી.શક્ષ/શક્ષમયડ્ઢ.ફતાડ્ઢ વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પાસ કરવા પર વિદ્યાર્થીઓ માટે ફરીથી પોર્ટલ ઓપન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ પ્રક્રિયાથી સરકારી યુનિવર્સિટીઓએ પણ અલગ પ્રવેશ પ્રક્રિયા નહીં કરવી પડે. એક જ વખતની પ્રવેશ પ્રક્રિયાથી યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડની બચત થશે.
અગાઉ વિદ્યાર્થીઓને અલગ યુનિવર્સિટીમાં અરજી કરવા માટે અલગ-અલગ ફી ચૂકવવી પડતી હતી. જોકે હવે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ પરથી વિદ્યાર્થી ફક્ત એક વખત ફી ભરીને મનગમતી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશે. સાથે અલગ-અલગ કોર્સમાં પણ નજીવી ફીમાં અમર્યાદિત યુનિવર્સિટી કે કોલેજમાં અરજી કરી શકાશે.