• સોમવાર, 06 મે, 2024

મુંજિયાસરમાં ખેડૂતની વાડીએ ઝૂંપડીમાંથી સિંહનો મૃતદેહ મળતા વનતંત્રને દોડધામ ખેતર આસપાસના વિસ્તારમાં સ્કાનિંગ: મૃત્યુનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ

અમરેલી, તા. 23 : ખાંભા તાલુકાનાં મુંજિયાસર ગામે ખેડૂતની વાડીમાં એક ઝૂંપડીમાં સિંહનો મૃતદેહ જોવા મળતા વન વિભાગને જાણ કરતા પીએમ અર્થે ખસેડયો હતો અને મોત કેવી રીતે થયું ? તેને લઈ વન વિભાગે આસપાસના વિસ્તારમાં સ્કાનિંગ હાથ ધર્યું હતું. જો કે, પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચેના મુંજિયાસર ગામના ખેડૂત જસમતભાઈ મકવાણાની વાડીમાં ઝૂંપડીમાં સિંહનો મૃતદેહ જોવા મળતા ખેડૂતે વન વિભાગને જાણ કરતા ધારી ગીર પૂર્વના ડી.સી.એફ. રાજદીપાસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એ.સી.એફ. મનીષ ઓડાદરાનાં માર્ગદર્શન હેઠળ ખાંભા તુલસીશ્યામ રેન્જના આર.એફ.ઓ. રાજલ પાઠક તેમજ ફોરેસ્ટર જી.એમ. ચોવટિયા અને ફોરેસ્ટ ગાર્ડ દિલુભાઈ ચાંદુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી અને સિંહના મૃતદેહને પી.એમ. અર્થ ખસેડયો હતો. વન વિભાગ દ્વારા સિંહનું મોત કેવી રીતે થયું ? જેમને લઈ આસપાસના વિસ્તારમાં સ્કાનિંગ હાથ ધર્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. જો કે, સિંહના મોતનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે, તેવું વન વિભાગે જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક