• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

જામનગરમાં ખખડધજ આવાસનાં વધુ બે બ્લોક પર ફેરવાયું બુલડોઝર બીજા દિવસે પણ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન યથાવત

જામનગર, તા.22 : જામનગરમાં અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાપાલિકા દ‰ારા ગત વરસે જૂન-2023માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટીસ આપી હતી તેમ છતાં આસામીઓએ મકાન ખાલી કર્યા ન હતાં. જેના કારણે ગઈકાલથી ડિમોલીશન હાથ ધરવામાં

આવ્યું છે.

ગઈકાલે જામ્યુકોની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખા દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બ્લોક નં.71-72ના બે બિલ્ડીંગ કે જેમાં 12-12 ફલેટ આવેલા છે તે પૈકી 24 ફલેટ ખાલી કરાવાયા હતા અને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આજે સતત બીજા દિવસે એસ્ટેટ શાખા દ્વારા હિટાચી મશીન મંગાવી આજે વધુ બે બ્લોકની પાડતોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવાસના રહેવાસીઓ મ્યુ.કમિશ્નરને મળ્યા હતા અને ડિમોલીશનનો વિરોધ કર્યો હતો. ચોમાસામાં કોઈપણ જાતની દુર્ઘટના ન સર્જાય અને આવાસના કેટલાક મકાનો ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં હોય જેને લઈને જામ્યુકો દ્વારા આવા મકાનો તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક