• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

ધારી પોલીસ મથકની બોલેરો જીપ પલટી ખાઈ જતા ચાર પોલીસ કર્મચારીને ઈજા

ધારી, તા.19 : ધારી પોલીસ મથકની બોલેરો જીપ મોડીરાત્રીના ખોડિયાર માર્કેટ પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક બોલેરો પીજીવીસીએલના ટીસી સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. આ બનાવના પગલે નજીકમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલતી હોય ત્યાંથી અધિકારીઓ તથા સ્ટાફ અને સ્થાનિક રહેવાસીઓ દોડી ગયા હતા અને આ અકસ્માતમાં ઘવાયેલા ચારેક પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા અન્ય પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દોડી ગયા હતા. બોલેરોમાં સવાર પોલીસ કર્મચારીઓ સૂર બંદોબસ્તમાંથી પરત આવતા હતા ત્યારે આ અચાનક અકસ્માત સર્જાયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક