• શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

સુરતમાં કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકો સાથે ઠગાઈ કરતો આરોપી ઝડપાયો

એરગન, નકલી આઈકાર્ડ, કાર, બોગસ ઓર્ડર સહિતની વસ્તુઓ કબજે

સુરત, તા.19: સુરતમાં નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી અનેક લોકોને ડરાવી, ધમકાવી નાણા પડાવી છેતરપીંડી આચરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી તેની પાસેથી એર ગન, અરટીગા ગાડી, આઈ કાર્ડ, સીએસઆઇસી કમાન્ડો લખેલ બે સ્ટાર વાળી વી, એક ‘સી એસ સી  નો વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર, બે મોબાઈલ ફોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે બોમ્બે માર્કેટ, વરાછા ખાતેથી આરોપી હીમાંશુકુમાર રમેશભાઈ રાય (રે.હાલ  ઓલપાડ, સુરત, મુળ રહે. છપરા બિહાર)ને પકડી પાડયો હતો. પોલીસે ઝડપી પાડેલા નકલી અધીકારીની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે નાનપણથી આર્મીના ઓફીસર બનવાનુ સપનુ હોય અને લોકોમાં રોફ જમાવવા સારૂ ગોવા તથા દિલ્હી ખાતેથી અલગ અલગ જગ્યાએથી  સેન્ટ્રલ બોર્ડ ઓફ  ઇન્ડાઇરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમસનું બોગસ સર્ટી બનાવી સીનીયર ઈન્સપેકટર તરીકેનુ નકલી આઈકાર્ડ, યુનીફોર્મ અને આર્મીના સરકારી વાહનોમા ઉપયોગમા થતી નંબર પ્લેટ બનાવડાવી છેલ્લા નવેક માસથી સુરતમાં સેલ્સ ટેક્ષના સીનીયર ઈન્સપેકટરની ખોટી ઓળખ આપી ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરાવી આપવાના બહાને અલગ-અલગ લોકો સાથે છેતરાપિંડી કરતો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક