બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
બોટાદ,
તા. ર7: બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવેલ
સવગણનગરમાં લાકડા નાખવા જેવી બાબતે બે પરિવારો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી જેમાં બોટાદ
પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને છ મહિલા સહિત 13 શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.
બોટાદ
પોલીસ મથકમાં આજ રોજ એવા મતલબની પોલીસ ફરિયાદ કાંતિભાઈ હમીરભાઇ મકવાણા (ઉં.વ.55) ઘરની
આજુબાજુ લાકડા નાખી સાફ સફાઈ કરતા હોઈ જે લાકડા અહીં નહીં નાખવા બાબતે સમજાવા જ હતા.
સાથે ફરિયાદીના પત્ની સાથે ઝઘડો કરેલો હોઈ જે બાબતે ફરિયાદી તથા અન્ય સમાધાનની વાતચીત
કરતા હોય ત્યારે આરોપી શાંતુબેન માવજીભાઈ મકવાણા, મંજુબેન ગણેશભાઈ મકવાણા, જાનવીબેન
નરેશભાઈ મકવાણા, નરેશભાઈ માવજીભાઈ મકવાણા, હેમલતાબેન નરેન્દ્રભાઈ સાગઠીયા, ડેનિસ નરેન્દ્રભાઈ
સાગઠીયા, રોહન નરેન્દ્રભાઈ સાગઠીયા,એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા ફરિયાદીના ઘરના સભ્યોને
ઈટ વડે તેમજ પથ્થરના ધા મારી તેમજ લોખંડના પાઇપ પડે માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી
જાઓ પહોંચાડતા ઇજાગ્રત હાલતે બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
હતા. આ બાબતે ઉપરોક્ત આરોપીઓ સામે ફરિયાદ દાખલ
કરાઈ હતી.
જ્યારે
સામાં પક્ષે પણ એવા મતલબની પોલીસ ફરિયાદ જલ્પાબેન વા.ઓ.નરેશભાઈ માવજીભાઈ મકવાણા એ લાકડા નાખવા બાબતે સાફ-સફાઈ કરતા હોય જે વાતનું
મન દુ:ખ રાખી કાંતિભાઈ હમીરભાઇ મકવાણા, મધુબેન કાંતિભાઈ મકવાણા, સુરેશ કાંતિભાઈ મકવાણા,
નાનજી લવાલજીભાઈ પરમાર, રૂપાબેન, મેહુલ નાનજીભાઈ પરમાર અને રસિકભાઈ વાલજીભાઈ પરમારે
એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા ફરિયાદીના પરિવારના સભ્યોને લાકડી તથા કુહાડી તથા છુટા
પથ્થરના ઘા મારી ઢીંકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રત હાલતે
બોટાદની સરકારી સુનાવાલા હોસ્પિટલમાં સારવાર અરથે ખસેડવામાં આવેલા હતા જ્યાં ઉપરોક્ત
આરોપી સામે બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.