જામનગરના ત્રણેયની ધરપકડ : ખરીદનાર લોકોને સહયોગ આપવા અપીલ
જામનગર,
તા.16: જામનગર તાલુકાના લાખાબાવળા ગામમાં આવેલી
સરકારી ખરાબાની સર્વે નંબર 323 તથા 326 વાળી ગૌચરની જમીનનો ગેરકાયદેસર કબજો મેળવી લઇ
તે જમીનના પ્લોટ પાડી વેચી નાખી આર્થિક ફાયદો મેળવી લેનારા જામનગરના ત્રણ શખસો હરેશ
લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઇ ખરા અને દિનેશભાઇ ચરણદાસ પરમાર સામે પંચકોષી બી-
ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ અંગે ગુનો નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ
કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર
ગ્રામ્યની મામલતદારની કચેરીના સર્કલ ઓફિસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા ફરિયાદી બન્યા
હતા અને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઉપરોકત ત્રણેય આરોપીઓએ ગત તા.15-1-2020થી
આજ દિવસ સુધીમાં લાખાબાવળ ગામમાં આવેલી સર્વે નંબર 323 તથા 326ની જે સરકારી ખરાબાની
જમીન છે. તેમ જાણવા છતાં આ જમીનના બોગસ કાગળો તૈયાર કરાવી અને પોતાનીજમીન દર્શાવી તેના
પ્લોટ પાડી નાખ્યા હતા. તેમજ આર્થિક લાભ મેળવવા માટેનું કાવતરું ઘડયું હતું. લાલપુરના
આઇપીએસ અધિકારી પ્રતિભા દ્વારા સમગ્ર મામલામાં ઉંડાણ પૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી
અને ત્રણેય આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી. જેમાં જમીનના ગેરકાયદે 160 જેટલા પ્લોટ
પાડી દીધા હોવાનું અને જામનગર સહિતના અલગ-અલગ આસામીઓને તે જમીન વેચી દીધી હોવાનું જાણવા
મળ્યું છે.
સમગ્ર
મામલામાં 70 આસામી પોલીસ પાસે આવી ચૂકયા છે અને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ તકે
આઇપીએસ અધિકારી દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અનુરોધ કરાયો છે કે ઉપરોકત લાખાબાવળા
વાળી સરકારી ગૌચરની જમીન કે જેનો કોઇ સાથે ઉપરોકત ત્રણેય આરોપીઓએ સોદો કર્યો હોય, તો
તેઓએ પોલીસ સહયોગ આપવા અનુરોધ કર્યો છે. પોલીસ દ્વારા લેન્ડગ્રેબીગનો ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરવામાં આવી.