• શુક્રવાર, 18 જુલાઈ, 2025

જૂનાગઢમાં વેર હાઉસમાંથી ચાર લાખના 13 મોબાઈલની ચોરી

પૂર્વ કર્મચારી સહિત બે સામે ફરિયાદ

જૂનાગઢ, તા.17: જુનાગઢમાં ઈકાર્ટના વેરહાઉસમાં કામ કરતા બે કર્મચારીઓએ રૂ.4 લાખની કિંમતના 13 મોબાઈલોની ચોરી કર્યાની કંપનીના એનફોર્સમેન્ટ ઓફિસરે ફરિયાદ નેંધાવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત પ્રમાણે મોતીબાગ નજીક આવેલ સેવનસીઝ કોમ્પલેક્ષમાં ઈ-કાર્ટ વેરહાઉસમાં અગાઉ નોકરી કરતા રોહીત હેમંત રાઠોડએ શોર્ટિંગની ફરજ દરમ્યાન અલગ-અલગ કંપનીના પાંચ મોબાઈલો કિંમત રૂ.1,70,752ની ચોરી કરી હતી. ઉપરાંત રોહિત રાઠોડ અને આહેદ ગફારએ બે મોબાઈલો કિંમત રૂ.66293ની ચોરી કરી હતી. આ ઉપરાંત તપાસમાં ખુલે તે સહિતનાઓએ કુલ-13 મોબાઈલો કિંમત રૂ.406302ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવતા ‘સી’ ડિવીઝન પોલીસે કંપનીના એનફોર્સમેન્ટ ઓફિસર મહેશ મોહન રાઠોડની ફરિયાદના આધારે બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક