જૂનાગઢ, તા.16: જૂનાગઢની એક મહિલા સાથે રાજકોટનાં શખસે બદઈરાદે મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી આ અંગેનો વીડિયો ઉતારી, મહિલાના પતિને મોકલી છુટાછેડા કરાવ્યા બાદ લગ્નનો ઈન્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની
પોલીસમાંથી પ્રાપ્ત વિગત પ્રમાણે જૂનાગઢમાં રહેતી એક પરિણિતા સાથે રાજકોટના રેલનગરમાં
રહેતા ધર્મેશ નાથા મકવાણાએ મિત્રતા કેળવી, લગ્નની લાલચ આપી હતી. બાદમાં મહિલા ઉપર દુષ્કર્મ
આચર્યુ હતું. બાદમાં ગત તા.1ર એપ્રિલના જૂનાગઢની એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેનો
વીડિયો ઉતાર્યો હતો. આ અંગતપળનો વીડિયો મહિલાના પતિને મોકલી તેના પતિ સાથે છુડાછડા
કરાવી નાખ્યા હતા અને બાદમાં આ શખસે મહિલા સાથે લગ્નનો ઈન્કાર કરી ગાળો ભાંડી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી અંતે મહિલાએ જૂનાગઢ ‘બી’ ડિવીઝનમાં ધર્મેશ મકવાણા સામે ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.