"FIR
નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ’
અમદાવાદ, તા. 17: ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રસ્તા,
ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યાઓ અંગે કન્ટેમ્પ અરજી ઉપર ચાલી રહેલી સૂનાવણીમાં
આજે હાઇકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે લોકો નિયમોનું પાલન ન કરતા હોય તો અમલ કરાવો.
કોર્ટના નિર્દેશ બાદ કાયદાનું પાલન થવું જોઈએ પણ અહીં તો ઉલ્લંઘન થાય છે. કોર્ટે કહ્યું
હતું Bિઍંછ નોંધવાથી કશું નહીં થાય, રોંગ સાઇડ આવતા વાહનો જપ્ત કરવા જોઈએ.
કોર્ટે
વધુમાં પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ ડ્રાઇવનો એક અહેવાલ
તેમને ન્યૂઝ પેપરમાં વાંચ્યો હતો. બે ત્રણ વર્ષ પહેલા ઓથોરિટીએ રોંગ સાઇડ ડ્રાઇવ ઉપર
કામ કરવા બાંહેધરી આપી હતી, પરંતુ હવે પરિસ્થિતિઓ વધુ બગડી છે. અગાઉ કોર્ટે તેના આદેશોના
તિરસ્કાર બદલ અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા કહ્યું હતું.
સરકારી
વકીલે આંકડા આપ્યા હતા કે રોંગ સાઇડ ડ્રાઇવના આરોપીઓ સામે જાન્યુઆરી મહિનામાં 75, ફેબ્રુઆરીમાં
42, માર્ચમાં 329, એપ્રિલમાં 133, મેમાં 95, જૂનમાં 226, જુલાઇમાં 16 દિવસમાં 329 Bિઍંછ
રજિસ્ટર્ડ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 89 હજાર ચલણ ઇસ્યૂ થયા છે.
સરકારી
વકીલે વધુમાં કહ્યું હતું કે અઘરી પરિસ્થિતિઓમાં ટ્રાફિક જવાનો કામ કરે છે. અમદાવાદમાં
મેઘાણીનગર પ્લેન ક્રેશમાં શહેરના 40 ટકા પોલીસ કર્મચારીઓએ 24 કલાક કામ કર્યુ હતું ત્યારબાદ
અમદાવાદમાં રથયાત્રા પણ સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. વરસાદ અને ભેજવાળા અને ધૂળિયા
વાતાવરણમાં પોલીસ જવાનો રોડ ઉપર કામ કરે છે. અમે કોર્ટ સમક્ષ અઠવાડિક પ્રોગ્રેસ રિપોર્ટ
આપીશું.
હવે
ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા, રખડતા ઢોર ઉપરની કન્ટેમ્પ અરજીની સુનવણી દર બુધવારે યોજાશે
અને ઓથોરિટી રિપોર્ટ રજૂ કરશે.
‘વકીલો પણ ટ્રાફિક નિયમોના પાલનમાં પોલીસ જોડે ઝઘડો
કરતા દેખાયા છે’
કોર્ટે
કહ્યું હતું કે જઞટ સાયન્સ સિટી રોડ ઉપર રોંગ સાઈડમાં આવે છે. અંકુર ક્રોસ રોડથી નારણપુરા
રોડ ઉપર પણ આવી તકલીફ છે. રોંગ સાઇડ આવવાથી અકસ્માત થાય છે. જજીસ બંગલો અને પકવાન ચાર
રસ્તા રોડ ઉપર ગેરકાનૂની પાર્કિંગ જોવા મળે છે. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસને
અપાયેલા બોડીવોર્ન કેમેરામાં વકીલો પણ ટ્રાફિક નિયમોના પાલનમાં છૂટછાટ લેતા પોલીસ જોડે
ઝઘડો કરતા દેખાયા છે.