259
રનનો વિજય લક્ષ્યાંક 10 દડા બાકી રાખી સર કર્યો : દીપ્તિની અણનમ અર્ધસદી
સાઉથમ્પટન,
તા.17 : ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની અર્ધસદી અને નવોદિત ઝડપી બોલર ક્રાતિ ગૌડ અને અનુભવી
સ્નેહ રાણાની 2-2 વિકેટની મદદથી ઇંગ્લેન્ડ વિરુદ્ધના પ્રથમ વન ડે મેચમાં ભારતીય મહિલા
ટીમનો 4 વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે ભારતીય મહિલા ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી
આગળ થઇ છે. 2પ9 રનનો વિજય લક્ષ્યાંક ભારતીય ટીમે 10 દડા બાકી રાખીને 6 વિકેટે હાંસલ
કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્મા 64 દડામાં 3 ચોક્કા-1 છક્કાની મદદથી 62 રને
અણનમ રહી હતી. ભારતીય મહિલા ટીમે વન ડે વિશ્વ કપની તૈયારી પહેલા મહત્ત્વની સફળતા મેળવી
છે.
દીપ્તિ
શર્મા (62 અણનમ) અને જેમિમાહ રોડ્રિગ્સ વચ્ચે પાંચમી વિકેટમાં 86 દડામાં 90 રનની ભાગીદારી
થઇ હતી. જેમિમાહે પ4 દડામાં પ ચોક્કાથી 48 રન કર્યાં હતા. ડેથ ઓવર્સમાં અમનજોત કૌર
14 દડામાં 20 રન કરી નોટઆઉટ રહી હતી. આ પહેલા ઓપનર પ્રતિકા રાવલ 36 અને સ્મૃતિ મંધાના
28 રને આઉટ થયા હતા. હરલીન દેઓલે 27 અને કપ્તાન હરમનપ્રિત કૌરે 17 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ
તરફથી શાર્લેટ ડીનને 2 વિકેટ મળી હતી.
આ પહેલા
ટોસ જીતી પ્રથમ દાવ લેનાર ઇંગ્લેન્ડ મહિલા ટીમના પ0 ઓવરમાં 6 વિકેટે 2પ8 રન થયા હતા.
જેમાં સોફિયા ડંકલેના 92 દડામાં અણનમ 83 રન મુખ્ય હતા. કેપ્ટન નેટ સિવર બ્રંટના 41
અને એમા લેંબના 39 રન થયા હતા. ડેથ ઓવર્સમાં એલિસ ડેવિડસને પ3 રનની ઇનિંગ રમી હતી.