• શુક્રવાર, 18 જુલાઈ, 2025

વિન્ડિઝ ઓલરાઉન્ડર આંદ્રે રસેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થશે

23મીએ સબીના પાર્ક ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આખરી મેચ રમશે

કિંગસ્ટન (જમૈકા), તા.17: વેસ્ટ ઇન્ડિઝના આક્રમક ઓલરાઉન્ડર આંદ્રે રસેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની આગામી ટી-20 શ્રેણીના શરૂઆતના બે મુકાબલા રસેલની ઇન્ટરનેશનલ કેરિયરના અંતિમ મેચ બની રહેશે. તે 23 જુલાઇએ હોમ ગ્રાઉન્ડ સબીના પાર્ક ખાતે આખરી મેચ રમશે.  રસેલ લીગ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. તે આઇપીએલમાં કેકેઆર ટીમનો સ્ટાર ખેલાડી છે.

37 વર્ષીય આંદ્રે રસેલ વેસ્ટ ઈન્ડિઝ તરફથી 84 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યો છે. તેણે આગામી ટી-20 વિશ્વ કપના સાત મહિના અગાઉ સંન્યાસ જાહેર કર્યો છે. તે એક ટેસ્ટ અને પ6 વન ડે મેચ પણ રમી ચૂક્યો છે. તેના નામે વન ડેમાં 1034 રન અને 70 વિકેટ છે. જયારે ટી-20 ઇન્ટરનેશનલમાં 1078 રન અને 61 વિકેટ છે. વેસ્ટ ઇન્ડિઝની 2012 અને 2016 ટી-20 વિશ્વ કપ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ ટીમનો રસેલ હિસ્સો હતો. તેણે નિવૃત્તિની જાહેરાત વેળા કહ્યંy છે કે વેસ્ટ ઇન્ડિઝ તરફથી રમવું જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણો હતી.

નિકોલસ પૂરનની નિવૃત્તિ પછી બે મહિનાની અંદર આંદ્રે રસેલ ઇન્ટરનેશનલ ક્રિકેટને બાયબાય કરનારો કેરેબિયન ક્રિકેટનો બીજો મોટો ખેલાડી છે.

ઇ-પેપરના નવા શુલ્ક