કરુણ
નાયરના સ્થાને સાઇ સુદર્શન અને અભિમન્યુ ઇશ્વરન રેસમાં
નવી
દિલ્હી, તા.17: લોર્ડ્સ ટેસ્ટની 22 રનની આંચકારૂપ હાર પછી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધની
પ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ થઇ ચૂકી છે. હવે શુભમન ગિલની ટીમ સામે માંચેસ્ટરના
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર પહેલી જીતની શોધમાં 23મીથી ઉતરવાનું છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયાને
એક પણ ટેસ્ટ જીત નસીબ થઇ નથી અને 2014 પછી પહેલીવાર ટેસ્ટ મેચ રમવાની છે. ચોથા ટેસ્ટ
અગાઉ ભારતના ટીમ સંયોજન પર મનોમંથન ચાલી રહ્યંy છે. વનડાઉન બેટર કરુણ નાયર સફળ વાપસી
કરી શકયો નથી. તેના સ્થાને ફરી સાઇ સુદર્શનને અજમાવવો કે અભિમન્યૂ ઇશ્વરનને તક આપવી
તે સવાલ છે. આ ઉપરાંત બુમરાહ ચોથા ટેસ્ટનો હિસ્સો બનશે કે સીધો જ પાંચમા ટેસ્ટમાં ઉતરશે
તે પણ નિશ્ચિત નથી. તે બે મેચ રમી ચૂકયો છે. બીસીસીઆઇ સ્પષ્ટ કરી ચૂકયું છે કે બુમરાહ
આ શ્રેણીમાં વધુમાં વધુ ત્રણ મેચનો હિસ્સો બનશે.
કરૂણ
નાયર સારી શરૂઆત પછી મોટી ઇનિંગ રમી શકયો નથી. તેણે 8 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસી
કરી છે. હવે ચોથા ટેસ્ટની ભારતીય ઇલેવનમાંથી તેનું પત્તંy કપાઇ શકે છે. પૂર્વ વિકેટકીપર
દીપદાસ ગુપ્તાનું કહેવું છે કે સાઇ સુદર્શને ફરી તક આપવાનો સમય આવી ગયો છે. તેને પહેલા
ટેસ્ટમાં ડેબ્યૂનો મોકો મળ્યો હતો. 23 વર્ષીય સાઇ સુદર્શન સાથે બંગાળનો ઓપનિંગ બેટર
અભિમન્યૂ ઇશ્વરન પણ રેસમાં છે. તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ બેંચ પર બેસી રહ્યો હતો.
હવે તેને ચોથા ટેસ્ટમાં તક મળી શકે છે.
દીપદાસ
ગુપ્તાનું માનવું છે કે કુલદીપ યાદવને ચોથા ટેસ્ટમાં પણ તક મળવી મુશ્કેલ છે કારણ કે
બે સ્પિનર રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર સારું કામ કરી રહ્યો છે. ત્રીજા સ્પિનરની
ઇલેવનમાં કોઇ તક નથી. બુમરાહ વિશે તેનું માનવું છે કે તે માંચેસ્ટર ટેસ્ટ રમવાનું પસંદ
કરશે અને જો ભારતને જીત મળશે તો તે અંતિમ ટેસ્ટમાં પણ નજરે પડી શકે છે.
માંચેસ્ટરમાં
ભારતના લેખા-જોખા
માંચેસ્ટરના
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારતીય ટીમ લગભગ એક દશક બાદ ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરશે. ભારતીય
ટીમ અહીં છેલ્લે 2014માં ટેસ્ટ મેચ રમી હતી. ઓલ્ડ ટ્રેફર્ડ પણ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે
23 જુલાઇ-બુધવારથી ચોથો ટેસ્ટ રમવાનો છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા 9 ટેસ્ટ મેચ રમી છે.
જેમાં ચાર મેચમાં હાર મળી છે અને પાંચ મેચ ડ્રો રહ્યા છે. એક પણ જીત નસીબ થઇ નથી.