સપ્ટેમ્બરમાં
યુએસ પ્રમુખ ઈસ્લામાબાદ આવશે તે વાત ખોટી ઠરી
ઈસ્લામાબાદ,
તા. 17 : જુઠાણાં માટે જાણીતું અને આતંકવાદીઓને પોષતું પાકિસ્તાન ફરીવાર દુનિયાભરમાં
ખોટું સાબિત થયું હોયતેવો મામલો બહાર આવ્યો છે. પાક માધ્યમોએ દાવો કર્યો હતો કે, અસિમ
મુનીરની અમેરિકા યાત્રા બાદ સપ્ટેમ્બર માસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના
પ્રવાસે આવવાના છે, પરંતુ ટ્રમ્પ આ સમયગાળા દરમિયાન બ્રિટનના રાજકીય પ્રવાસે જવાના
છે અને પાક યાત્રા અંગે વ્હાઈટ હાઉસે પણ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
એક
મીડિયા હેવાલ મુજબ, પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે 18 સપ્ટેમ્બરે ટ્રમ્પ ઈસ્લામાબાદ આવી
શકે છે, પરંતુ હકીકતમાં 17થી 19 સપ્ટેમ્બરે ટ્રમ્પ યુકે જવાના છે, જ્યાં તેઓ કિંગ ચાર્લ્સ
ત્રીજા અને રાણી કેમિલા વિંડસર કૈસલને મળશે, જેની બ્રિટનના રાણીએ સોમવારે પુષ્ટિ પણ
કરી હતી.