બેભાન
હાલતમાં હોસ્પિટલે ખસેડાઈ : સુરતથી પરિવાર
દોડી આવ્યો
જામનગર,
તા.17: જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ઈન્ટર્ન તબીબ તરીકે કાર્યરત રીયા ગીનોયા
નામની 22 વર્ષની મેડિકલ સ્ટુડન્ટે ગઈકાલે સાંજે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ
કર્યો હોવાના અનુમાન સાથે તેણીને બેશુદ્ધ અવસ્થામાં આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી
હતી, દરમિયાન તેણી મોડેથી ભાનમાં આવી હતી. તેણીએ વધુ પડતા કામના ભારણના કારણે વધુ ગોળીઓ
ખાઈ લેતા વિપરીત અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોતાના
ઉપર અભ્યાસની સાથે હોસ્પિટલના કામનું સતત ભારણ રહેતું હોવાથી ગઈકાલે તેણીને ખુબ જ માથું
દુખવા લાગ્યું હતું અને તેણીએ એકી સાથે ત્રણથી ચાર ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી તેણીને
વિપરીત અસર થઈ હતી. દરમિયાન સારવાર માટે જી.જી.હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં
આવી હતી પરંતુ મોડી રાત્રીના તેણીની તબિયતમાં સુધારો થતા ભાનમાં આવી ગઈ હતી. તેની તબિયતમં
સુધારો થઈ જતા રજા આપી દેવામાં આવી છે. તબીબના પરિવારજનો સુરત રહેતા હોય તેને ટેલિફોનિક
જાણ કરતા પરિવારજનો પણ મોડી રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા અને હાલ તેઓ પોતાની સાથે
લઈ ગયા છે.