• શુક્રવાર, 18 જુલાઈ, 2025

પોરબંદરના રાજપરના યુવાનને સિંગાપુરમાં 1.30 લાખ પગારની લાલચ આપી 4.75 લાખની ઠગાઈ

બે વર્ષને બદલે માત્ર છ માસનો કરાર કરનાર મહિલા સહીત બે સામે ફરિયાદ 

પોરબંદર તા.17 : પોરબંદરના નવાગામ રાજપર રહેતા અને ખેતીકામ કરતા કેશુભાઈ હમીરભાઇ આગઠ નામના યુવાને સંગીતાબેન દિલીપભાઈ ઓડેદરા અને રમેશ ભીમા રાતીયા સામે સિંગાપુરના વર્ક વિઝાના નામે 4.75 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં જણાવ્યું હતું કે છ મહિના પૂર્વે ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત જોઈ રાણાકંડોરણા ખાતે આવેલી એલ.કે.એન્ટરપ્રાઈઝ નામની ઓફિસનો સંપર્ક કરતા ઉપરોક્ત બંનેએ બે વર્ષના વર્ક વિઝા મળશે સિંગાપુરમાં 2000 ડોલર પગાર હશે જે ભારતીય ચલણ મુજબ 1.30 લાખ થશે જેના માત્ર 4.75 લાખ ભરવા પડશે તેમ કહી પ્રથમ 32 હજાર આપવાનું કહ્યું હતું તે પછી 14 જાન્યુઆરી 2025ના ડોક્યુમેન્ટ લઇ 25 હજાર આપી સમજૂતી કરાર કર્યો હતો અને બે મહિના પછી સંગીતાએ ફોટો મોકલી તમારા વિઝા આવી ગયા છે બાકીના 4.50 લાખ આપી જાવ નહિ તો વિઝા રદ થઇ જશે તેમ કહેતા કટકે કટકે પૈસા આપ્યા હતા તે પછી 2 એપ્રિલ 2025ના રોજ મુંબઈથી સિંગાપુર ગયો હતો ત્યાં આપેલા નંબર પર ફોન કરતા તમે એરપોર્ટ પર ત્રણ માસના ટ્રાનિંગ વિઝા પર છો તેમ કહ્યું હતું અને આઈસી લેટરમાં ભૂલ હોય જેથી ભારત પરત જવા જણાવ્યું હતું બાદમાં સંગીતાને ફોન કરતા બે વર્ષ નહિ છ મહિનાનો જ કરાર કર્યો હોવાનું કહ્યું હતું ઘરે આવીને ચેક કરતા હકીકતે છ મહિનાનો જ કરાર હોવાનું જાણવા મળતા બંને વિરુદ્ધ છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક