• શુક્રવાર, 18 જુલાઈ, 2025

27 રનમાં ઢેર થયા પછી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં ઘેરા પડઘા લોઇડ, રિચર્ડસ અને લારાની હાજરીમાં સમીક્ષા બેઠક

જમૈકા, તા.16: ઓસ્ટ્રેલિયા સામેના ડે-નાઇટ ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ માત્ર 27 રનમાં ઢેર થઇ હતી. આ ખરાબ દેખાવના વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં ઘેરા પડઘા પડયા છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ (સીડબ્લ્યૂઆઈ)એ સમીક્ષા માટે તાત્કાલિક અસરથી એક બેઠક બોલાવી છે. સીડબ્લ્યૂઆઇના ચેરમેન ડો. કિશોર શૈલાએ કહ્યંy છે કે આ બેઠકમાં દેશના કેટલાક પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ કલાઈવ લોઇડ, વિવિયન રિચર્ડસ અને બ્રાયન લારાને પણ હાજર રહેવા આગ્રહ કરવામાં આવ્યો છે.

વિન્ડિઝ બોર્ડના અધ્યક્ષ ડો. કિશોર શૈલાએ કહ્યંy કે પૂર્વ ખેલાડીઓ ડેસમન્ડ હેન્સ, શિવનારાયણ ચંદરપૌલ અને ઇયાન બ્રેડશો પહેલેથી જ બોર્ડની કમિટિમાં સામેલ છે. તેઓની સાથે અન્ય પૂર્વ ખેલાડી બેઠકમાં ઉપસ્થિત રહેશે અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટના વિકાસ પર અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીના ખરાબ દેખાવ પર ચર્ચા થશે. વિન્ડિઝ બોર્ડ પ્રમુખે કહ્યંy હાલ અમે કોઇ ખેલાડી કે કોચ પર એકશન લેવા માંગતા નથી પરંતુ તેઓ સારો દેખાવ કેમ કરી શકતા નથી તે વિશે રિપોર્ટ માગવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે વિન્ડિઝના મોટાભાગના ટોચના ખેલાડીઓ ટી-20 ક્રિકેટ પર વધુ ફોકસ કરી રહ્યા છે અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઠુકરાવી વિશ્વભરની લીગમાં વ્યસ્ત રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક