• મંગળવાર, 23 એપ્રિલ, 2024

વેરાવળમાં બે પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો : ગુનો નોંધાયો

વેરાવળ, તા.ર4 : રેલવે સ્ટેશન નજી આવેલ કોલસાવાડી નામે ઓળખાતી ઝૂંપડપટ્ટીમાં રહેતો કાળુ કુરજી સોલંકી નામનો શખસ અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ હોય પોલીસમેન રાહુલસિંહ ઝાલા અને ભાવસિંહ ચૌહાણ નામના બન્ને કર્મચારી આ કાળુ સોલંકીનાં ઝૂંપડે તપાસ કરવા ગયા હતા ત્યારે કાળુનું ઝૂંપડું ખાલી હોય પડોશમાં રહેતા સુરેશ મનજી સોલંકીને પૂછતાછ કરતા સુરેશ મનજી સોલંકી ઉશ્કેરાયો હતો અને હું દેવીપૂજક સમાજનો પ્રમુખ છું. મને પૂછયા વગર તમે અહીં કેમ આવ્યા છો તેમ કહી ઝઘડો કર્યો હતો.

આ બનાવના પગલે સુરેશના અન્ય કુટુંબીજનો એકઠા થઈ ગયા હતા અને બન્ને પોલીસ કર્મચારીઓ સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. આથી પોલીસમાં જાણ કરતા અન્ય સ્ટાફ દોડી ગયો હતો અને બન્ને કર્મચારીને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પોલીસે હુમલાખોર ટોળા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક