• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

લાલપુરના સણોસરીની વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું

જામનગરની બે મહિલા સહિત 10 જુગારી પકડાયા : રૂા.9.60 લાખની માલમતા કબજે

જામનગર, તા.26 : લાલપુરનાં સણોસરી ગામે ધમધમતા જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી જામનગરની બે મહિલા સહિત 10ને પકડી પાડયા હતા. જામનગરની લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાલપુરના સણોસરી ગામે જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન બે મહિલા અને 8 પુરુષ જુગાર રમતા મળી આવ્યા હતા. એલસીબીની ટીમે મકાન માલિક કિશન મેરામણભાઈ વસરા, નિદ્રેશ એભાભાઈ ગાગલિયા, દિવ્યરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા, ભરત કેશુભાઈ ડાંગર, નગાભાઈ જગુભાઈ કરમુર, શ્યામ ભરતભાઈ ભોજક, મુકેશ રમેશભાઈ વાજા, દેશુર લખમણભાઈ મેર તેમજ જામનગરની બે મહિલા પ્રેમીલા વસંતભાઈ ગોરી અને પૂનમ વિનોદભાઈ મંગે સહિત કુલ 10 જુગારીની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.79,000, 10 નંગ મોબાઇલ ફોન, એક બાઇક અને એક કાર સહિત રૂા.9,60,100ની માલમતા કબજે કરી છે.

બીજો દરોડો સિક્કા પોલીસે શાપર ગામે પાડયો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ગૌતમ પેથાભાઈ ડાભી, ભગવાનજી પરબતભાઈ રાઠોડ, મંજુબેન રાઠોડ વિજયાબેન ભાંભી નામના બે દંપતી ઉપરાંત નયન મેઘજીભાઈ ભાંભીની અટકાયત કરી તેઓ પાસેથી રૂા.1700ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરેલ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક