• રવિવાર, 08 સપ્ટેમ્બર, 2024

ઉનામાં જ્યાંથી શંકાસ્પદ અનાજ અને દારૂ મળ્યો તે ગોડાઉન તોડી પડાયું સરકારી જમીન પર ગેરકાયદે ખડકેલું હોવાથી દૂર કરાયું

ઉના, તા.ર6: ઉનામાં બે દિવસ પૂર્વે શંકાસ્પદ અનાજ અને દારૂનો જથ્થો ગેરકાયદે ગોડાઉનમાંથી મળ્યો હતો. આ ગોડાઉનને તોડી પડાયું છે.

ગત બુધવારે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઉના શહેરના ચાર થાંભલા પાસે આવેલી શાક માર્કેટ નજીકના એક ગોડાઉનમાં રેઇડ કરવામાં આવી હતી. જેમાં કુલ 4.34 લાખના 194 શંકાસ્પદ અનાજના કટ્ટા અને દારૂની 13પ3 બોટલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે સંબંધિત વિભાગને આગળની વધુ કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ એવું જાણવા મળ્યું કે, આ ગોડાઉન સરકારી જમીનમાં ગેરકાયદે રીતે ખડકાયેલું છે. જેને તાત્કાલિક ધોરણે કાર્યવાહીના ભાગરૂપે તંત્રવાહકો દ્વારા બુલડોઝરથી તોડીને દબાણ દૂર કરાયું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક