-મોદી સાથે ટેલિફોનિક વાટાઘાટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિની જાહેરાત ઃ મારા મિત્ર મોદી દુનિયાના શક્તિશાળી નેતા ઃ ટ્રમ્પ
નવીદિલ્હી,તા.2ઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક વાતચીત બાદ અમેરિકાનાં રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર લાદેલા ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી નાખવાની ઘોષણા
કરી છે. ભારતનાં વિદેશ મંત્રી એસ.જયશંકર આજથી બે દિવસ અમેરિકાનાં પ્રવાસે છે અને તેમાં
વેપાર સમજૂતી સંબંધિત પ્રગતિની આશા વચ્ચે આ ઘટનાક્રમે બન્ને દેશનાં આર્થિક સંબંધોમાં
છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી ખેંચતાણનો હવે અંત આવે તેવી આશા જગાડી છે.
ભારત
ઉપર ટેરિફ ઘટાડાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પોસ્ટમાં પોતે જ કરી હતી.
તેમણે સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીને
મને ખૂબ સન્માનની લાગણી થઈ. તેઓ મારા સૌથી મોટા મિત્રોમાંથી એક છે અને પોતાના દેશના
શક્તિશાળી તથા સન્માનિત નેતા છે. અમે વેપાર સહિત રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા
જેવા ઘણા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. તેમણે રશિયન તેલની ખરીદી બંધ કરવા અને તેના
બદલે સંયુક્ત રાજ્ય અમેરિકા પાસેથી ખૂબ મોટી માત્રામાં તેલ ખરીદવા પર સહમતિ વ્યક્ત
કરી, તેમજ શક્ય હોય તો વેનેઝુએલા પાસેથી પણ. આ પગલું યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને
સમાપ્ત કરવામાં મદદરૂપ થશે.
ટ્રમ્પે
આગળ લખ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી પ્રત્યેની મિત્રતા અને સન્માનને કારણે, તેમજ
તેમનાં અનુરોધ પર, અમે અમેરિકા અને ભારત વચ્ચે તરત અસરથી એક વેપાર કરાર પર સહમતિ સાધી
છે. અમેરિકા હવે ભારત પર લાગતા પરસ્પર ટેરિફને 25%થી ઘટાડીને 18% કરશે. ભારત પણ અમેરિકા
સામેના પોતાના ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોને શૂન્ય કરવાની દિશામાં આગળ વધશે. પ્રધાનમંત્રી
મોદીએ બાય અમેરિકન નીતિને ખૂબ ઊંચા સ્તરે અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેમાં
500 અબજ ડોલરથી વધુની અમેરિકન ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોયલા અને અન્ય ઉત્પાદનોની ખરીદી
સામેલ છે. ભારત સાથે આપણો અદ્ભુત સંબંધ આગળ વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી મોદી અને
હું એવા બે લોકો છીએ જે કામ કરે છે, જે વાત મોટાભાગના લોકો વિશે કહી શકાતી નથી. આ મુદ્દા
પર ધ્યાન આપવા બદલ આભાર.
-------------
ડોલરના
દી’ ભરાયા ઃ જિનપિંગનાં હુંકારથી ડોનાલ્ડ ટ્રમ્પ વિફરશે !
નવીદિલ્હી,
તા.2ઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાને આપેલા એક આક્રમક સંદેશથી ડોનાલ્ડ ટ્રમ્પની
ઉંઘ હરામ થઈ ગઈ હશે. જિનપિંગે પોતાનાં એક ભાષણમાં કહ્યું હતું કે, હવે ડોલરના દિવસો
ભરાઈ ગયા છે અને દુનિયાને એક એવાં ચલણની આવશ્યકતા છે જેનાં ઉપર અનિશ્ચિતતાઓ વચ્ચે પણ
ભરોસો કરી શકાય. તેમણે આગળ કહ્યું હતું કે, ચીન એક મજબૂત ચલણની દિશામાં કામ કરી રહ્યું
છે અને યુઆનને વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકે સ્થાપિત કરવાનાં લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું
છે.
જિનપિંગે
કહ્યું હતું કે, એક આર્થિક મહાશક્તિ બનવા માટે મજબૂત આર્થિક આધાર, વિશ્વસ્તરીય આર્થિક
અને ટેકનોલોજિકલ ક્ષમતા
તથા
એક એવી કરન્સીની આવશ્યકતા છે જેના ઉપર દુનિયા ભરોસો અને વ્યાપક ઉપયોગ કરી શકે. તેમણે
આગળ એવું પણ ઉમેર્યું હતું કે, આના માટે એક પ્રભાવી કેન્દ્રીય બેન્ક હોવી જોઈએ. જે
નાણાનીતિ અને મેક્રો પ્રૂડેન્શિયલ મેનેજમેન્ટને લાગુ કરી શકે. આ સાથે વૈશ્વિક સ્તરે
પ્રતિસ્પર્ધી નાણા સંસ્થા અને એવા આંતરરાષ્ટ્રીય નાણા કેન્દ્ર હોવાં જોઈએ જે દુનિયાભરની
મૂડીને આકર્ષિત કરી શકે અને વૈશ્વિક કિંમતોને પણ પ્રભાવિત કરી શકે.
રાષ્ટ્રપતિ
શી જિનપિંગનું આ ભાષણ ચીનના સામયિક ચિઉશીમાં શનિવારે પ્રકાશિત થયું હતું. આમાં સૌથી
રસપ્રદ બાબત એ છે કે, આ ભાષણ વાસ્તવમાં 2024માં આપવામાં આવ્યું હતું પણ તેને હાલનાં
સંજોગોમાં પ્રકાશિત કરવામાં આવ્યું તે અમેરિકા માટે એક કડક સંદેશા તરીકે દેખાય છે.