• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

જાતિગત ગણનામાં દખલ કરવા સુપ્રીમનો ઈનકાર

- ઈઉંઈંની બેંચે અરજીના અમુક મુદ્દે જનગણના કમિશનરના કાર્યાલયને વિચાર કરવા નિર્દેશ આપ્યો

 

નવી દિલ્હી, તા. 2 ઃ દેશના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાનીની પીઠે સોમવારે 2027મા થનારી જનગણના સંબંધિત એક જનહિતની અરજી ઉપર સુનાવણીથી ઈનકાર કરી દીધો હતો. જેમાં નાગરિકોના જાતિ સંબંધિત આંકડાને નોંધવા, વર્ગીકૃત કરવા અને ખરાઈ કરવા અપનાવવામાં આવનારી પ્રક્રિયા ઉપર સવાલ કરવામાં આવ્યો હતો. જો કે સીજેઆઈ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે માન્યું હતું કે અરજકર્તાએ એક જરૂરી મુદ્દો ઉઠાવ્યો છે પણ ન્યાયીક રૂપથી વિચાર કરવા ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ મુદ્દો જનગણના અધિનિયમ 1958 હેઠળ અધિકારીઓ દ્વારા જ ધ્યાને લેવો જોઈએ.

શીર્ષ અદાલતે કેન્દ્ર સરકાર અને ભારતના જનગણના કમિશનરના કાર્યાલયને નિર્દેશ આપ્યો હતો કે અરજી દાખલ કરનારા શિક્ષાવિદ્ આકાશ ગોયલ દ્વારા આપવામાં આવેલા સુચનો ઉપર વિચાર કરવામાં આવે. ગોયલનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ અધિવક્તા મુક્તા ગુપ્તાએ કર્યું હતું. ગુપ્તાએ કહ્યું હતું કે,નાગરિકોના જાતિ સંબંધિત વિવરણને નોંધવા, વર્ગીકૃત કરવા અને ખરાઈ કરવા ઉપયોગમાં લેવાનારા એક પારદર્શક પ્રશ્નપત્રને સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ કરાવવું જોઈએ.

અરજકર્તાએ કહ્યું હતું કે, જાતિ સંબંધિત આંકડાની ઓળખ માટે પહેલાથી નક્કી કોઈ આંકડો નથી. જેના ઉપર પીઠે કહ્યું હતું કે, જનગણનાની પ્રક્રિયા અધિનિયમ 1958 અને તેના હેઠળ બનેલા 1990ના નિયમ અનુસાર થાય છે. જે પ્રતિવાદી જનગણના અધિકારીઓને જનગણના માટેના વિવરણ અને રીતો નક્કી કરવાનો અધિકાર આપે છે. સીજેઆઈએ કહ્યું હતું કે અદાલત પાસે સંદેહ કરવાનું કોઈ વૈધ કારણ નથી. અરજકર્તાના વકીલે અરજીમાં તર્ક આપ્યો હતો કે જાતિ ડેટા પ્રકૃતિમાં લાંબા સમય સુધી ચાલનારો હશે અને ખરાઈ વિના તેનો સંગ્રહ ખતરનાક બની શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક