બેંગ્લુરુ તા.1: ટી-20 વર્લ્ડ કપની ભારતીય ટીમમાં સામેલ ડાબોડી મીડલ ઓર્ડર બેટસમેન તિલક વર્માને બીસીસીઆઇ તરફી ફિટનેસ કલીયરન્સ સર્ટીફિકેટ મળી ગયું છે. આથી તે વિશ્વ કપ અગાઉના બે વોર્મઅપ મેચનો હિસ્સો બનશે. તિલક વર્માને જાન્યુઆરીમાં રણજી ટ્રોફીના મેચ દરમિયાન રાજકોટમાં ઇજા થઇ હતી. આ પછી તેણે અંડકોષની સર્જરી કરાવી હતી. આથી તે એક મહિનાથી મેદાન બહાર છે. ભારતીય ટીમ 4 જાન્યુઆરીએ નવી મુંબઇ ખાતે વોર્મઅપ મેચ દ. આફ્રિકા વિરૂધ્ધ રમશે. જયારે આ પહેલા તા. 2 ફેબ્રુઆરીએ નવી મુંબઇના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે યૂએસએ સામે એક અભ્યાસ મેચ છે. આ મેચમાં ઈન્ડિયા એ ટીમ રમવાની છે. જેમાં પણ તિલક વર્મા સામેલ થશે. વિશ્વ કપ અગાઉની ન્યુઝીલેન્ડ સામેની ન્યુઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં તિલક વર્માના સ્થાને ઇશાન કિશનને ત્રીજા નંબર પર તક અપાઇ હતી.
છવશ્વ
કપ ટીમમાં સામેલ અન્ય એક ખેલાડી વોશિંગ્ટન સુંદરે હજુ સુધી ફિટનેસ ટેસ્ટ કલીયર કર્યોં
નથી. તેનો ફિટનેસ ટેસ્ટ એક-બે દિવસમાં થશે. ઇન્ડિયા એ ટીમ બીજો અભ્યાસ મેચ 6 ફેબ્રુઆરીએ નામીબિયા સામે બેંગ્લુરુ ખાતે રમશે.