• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

વિદેશ મોકલવાને બહાને 3 મહિલા સહિત વધુ 7 લોકો સાથે થઈ 23.25 લાખની છેતરાપિંડી

પોરબંદર, તા.2 : પોરબંદરની 3 મહિલા સહિત 7 લોકોને વિદેશ મોકલવાની લાલચ આપીને 23.25 લાખ રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

છાયાના મારુતિ નગરમાં 66 કેવી પાછળ રહેતી ઢેલીબેન બાબુભાઈ મોઢવાડિયા નામની 48 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેને અને તેની નણંદ વાલીબેન પરબત ઓડેદરાને 10 મહિના પહેલા વિદેશ જવું હોવાથી તેની અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી ભત્રીજી મનીષા દુલા ઓડેદરા અને તેની બહેનપણી રૂપલ અમૃતલાલ પટેલ બન્ને વિદેશ નોકરી અપાવવાનું મોકલવાનું વિઝા ટિકિટ વગેરે એજન્ટનું કામ કરે છે તેમની સાથે વાત થઈ હતી. આથી મનીષા અને ફરિયાદીનો ભત્રીજો છાયા મારુતિ નગરમાં રહેતો કિશોર કાના મોઢવાડિયા એમ બન્ને ફરિયાદીનાં ઘરે આવ્યા હતા અને એવું કહ્યું હતું કે સિંગાપોરમાં જગ્યા છે ત્યાં તમારું થઈ જશે. ત્યાં વેરહાઉસમાં નોકરી છે. અને ભારતીય ચલણ પ્રમાણે 1,30,000નો દર મહિને પગાર મળશે. એક વ્યક્તિને સિંગાપુર જવાનો ખર્ચ 5,50,000 થશે, ટિકિટનો ખર્ચ અલગથી થશે અને ત્યાં બે વર્ષના વર્ક વિઝા મળશે. જેથી ફરિયાદી અને તેની નણંદ વાલી બેનના પાસપોર્ટ સહિત ડોક્યુમેન્ટ મોકલ્યા હતા ત્યાર બાદ અલગ અલગ બહાને કુલ રૂ.23.25 લાખ મેળવી વિઝાનાં નામે છેતરપીંડી આચરતા કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક