• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

ધોરાજીના સુપેડી નજીક રૂ.3.44 લાખના દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા રાજકોટ રૂરલ એલસીબીનો દરોડો : રૂ.6.54 લાખનો મુદ્દામાલ કબજે

ધોરાજી, તા.1: ધોરાજીના સુપેડીથી વાવડી ગામ જવાના રસ્તા પર એલસીબીની ટીમે દરોડો પાડી રૂ.3.44 લાખના દારૂ ભરેલી કાર સાથે બે શખસોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ધોરાજીના સુપેડી ગામ નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર નીકળવાની છે તેમ બાતમી મળતા રાજકોટ રૂરલ એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન સુપેડીથી વાવડી ગામ તરફ જવાના રસ્તે પસાર થતી એક કારને રોકી તલાસી લેતા કારમાંથી રૂ.93,44,430ની કિંમતની વિદેશી દારૂની 179 બોટલ મળી આવતા પોલીસે કારમાં બેઠેલા મહેન્દ્રસિંહ તનસિંહ વેણીદાન રત્નું (રહે. જોધપુર, રાજસ્થાન) તથા ભગુ કરશનભાઇ ભારાઇ (રહે. ગીરનાર દરવાજા, જૂનાગઢ)ને પકડી લીધા હતા.

જ્યારે દારૂનો જથ્થો મોકલનારા રાકેશ ગેહલોત (રહે. હરીયાણાના ગુરૂગ્રામ)ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો તથા કાર મળી રૂ.6,54,430નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક