સડક, રેલ, મેટ્રો માટે રેકોર્ડ ભંડોળનું એલાન : પાંચ લાખથી વધારે આબાદીના શહેરો ઉપર વધારે ભાર
નવી
દિલ્હી, તા. 1 : યુનિયન બજેટ 2026માં સરકારે ફરી એક વખત સાફ કરી દીધું છે કે, દેશના
વિકાસની રફતાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દમ ઉપર જ વધશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે એલાન
કર્યું હતું કે નાણાકીય વર્ષ 2026-27 માટે મુડીગત ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા
કરવામાં આવ્યો છે.
કેપેક્સ
એટલે કે સરકાર દ્વારા થનારો ખર્ચ કે જે સડક, રેલવે, મેટ્રો, એરપોર્ટ, હાઉસિંગ અને ઈન્ડસ્ટ્રીયલ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા લાંબા સમયથી વિકાસ પરિયોજનામાં થાય છે એટલે કે જેટલો વધારે આ ખર્ચ હશે તેટલો જ રોજગાર, રોકાણ અને
આર્થિક ગતિવિધિ વધશે.
નાણા
મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા એક દશકમાં જાહેર મૂડીગત ખર્ચમાં જોરદાર વધારો થયો છે.
2014-15માં આ ખર્ચ 2 લાખ કરોડ હતો. જે 2025-26મા વધીને 11.2 લાખ કરોડ થયો હતો અને હવે
2026-27માં વધારીને 12.2 લાખ કરોડ કરવામાં
આવ્યો છે એટલે કે 10 વર્ષમાં સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખર્ચમાં ઘણો વધારો થયો છે. જે શહેરોની આબાદી પાંચ લાખ કરતા વધારે છે તેવા શહેરો
ઉપર સરકારનું ખાસ ધ્યાન છે. આ શહેર હવે માત્ર નાના કસબા નહી પણ વિકાસનું કેન્દ્ર બની
ચુક્યા છે. સરકારનું લક્ષ્ય છે કે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સારી સડકો હોય. આ સાથે
મજબૂત પબ્લિક ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને ઈન્ડસ્ટ્રીયલ
ડેવલપમેન્ટ હોય.