• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

જોકોવિચને હાર આપી અલ્કરાજ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન

38 વર્ષીય દિગ્ગજ ખેલાડી જોકોવિચનું 25મા ગ્રાંડસ્લેમ ખિતાબનું સપનું ફરી તૂટયું

મેલબોર્ન, તા.1 : વર્લ્ડ નંબર વન સ્પેનના 22 વર્ષીય યુવા ખેલાડી કાર્લોસ અલ્કરાજ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન થયો છે. મેન્સ સિંગલ્સ ફાઇનલમાં તેણે 38 વર્ષીય દિગ્ગજ ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચ વિરુદ્ધ 3-1થી શાનદાર વિજય હાંસલ કર્યો હતો. અલ્કરાજનો 3 કલાક અને 2 મિનિટની રમત પછી 2-6, 6-2, 6-3 અને 7-પથી વિજય થયો હતો. આ સાથે જ મહાન ટેનિસ ખેલાડી નોવાકા જોકોવિચનું ફરી એકવાર 2પમા ગ્રાંડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું તૂટયું હતું. બીજી તરફ કાર્લોસ અલ્કરાજે કેરિયર ગ્રાંડસ્લેમ પૂરા કરવાની વિશેષ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. તે ચારેય ગ્રાંડસ્લેમ ખિતાબ જીતનારો દુનિયાનો સૌથી યુવા ખેલાડી બન્યો હતો.

અલ્કરાજની કેબિનટમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટ્રોફી જ ખૂટતી હતી. જે તેણે આજે હાંસલ કરી લીધી હતી. અલ્કરાજ આ પહેલા બે વખત યૂએસ ઓપન, બે વખત વિમ્બલ્ડન અને બે વખત ફ્રેંચ ઓપન ટાઇટલ જીતી ચૂક્યો હતો. હવે તેણે પહેલીવાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. તેના ખાતામાં હવે કુલ 7 ગ્રાંડસ્લેમ ખિતાબ છે. ફાઇનલમાં જોકોવિચની શરૂઆત સારી રહી હતી અને પહેલો સેટ 6-2થી કબજે કર્યો હતો. બાદમાં તેના અનુભવ પર અલ્કરાજનો જોશ હાવી થયો હતો અને પછીના ત્રણ સેટ જીતી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો હતો. જોકોવિચનાં નામે 24 ગ્રાંડસ્લેમ ખિતાબ છે. જેમાં ઓસ્ટ્રેલિયન ઓપનના 10, વિમ્બલ્ડનના 7, યૂએસ ઓપનના 4 અને ફ્રેંચ ઓપનના 3

ખિતાબ છે.

ઇ-પેપરના નવા શુલ્ક