-સરકારની કુલ આવકમાં કોર્પોરેટ વેરાના 18 ટકા સામે વ્યક્તિગત વેરાનો હિસ્સો 21 ટકા
નવી
દિલ્હી, તા. 2 ઃ દેશની સરકારની કુલ આવકમાં વ્યક્તિગત આવકવેરાની હિસ્સેદારી વધુ એક વાર
21 ટકા થઇ ગઇ છે, જે 18 ટકા કોર્પોરેટ વેરાની હિસ્સેદારીથી વધારે છે.
છેલ્લા
એક દાયકાનાં આ ચિત્ર પર નજર કરતાં એવું કળી શકાય છે કે, કેન્દ્ર સરકાર હજુ પણ કંપનીઓ
કરતાં વધુ વેરા સામાન્ય જનતા પાસેથી વસૂલે છે.
બજેટની
ઝલક આપતા દસ્તાવેજ અનુસાર 2026-27 માટે કોર્પોરેટ વેરાનું અનુમાન 12.31 લાખ કરોડ રૂપિયા
છે.
બીજી
તરફ, વ્યક્તિગત આવકવેરામાંથી આવકનું અનુમાન 14.66 લાખ કરોડ રૂપિયા રખાયું છે.
એક
વિશ્લેષણ અનુસાર 2001થી 2024 વચ્ચે કોર્પોરેટ વેરામાં સરેરાશ 15 ટકા અને વ્યક્તિગત
વેરામાં 16 ટકાનો વાર્ષિક વધારો થયો છે.
સરકારે
2019માં કોર્પોરેટ વેરાના દરોમાં ઘટાડો કરતાં મોજૂદ ઘરેલુ કંપનીઓ માટે 22 ટકા અને નવી
ઉત્પાદનકર્તા કંપનીઓ માટે 15 ટકા કરી નાખ્યા હતા.