• સોમવાર, 02 ફેબ્રુઆરી, 2026

સેમિકન્ડક્ટરમાં મિશન 2.0 નું એલાન

            ભારતને સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભર બનાવવા યોજના

નવી દિલ્હી તા.1 : બજેટમાં ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની એક મહત્વપૂર્ણ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સરકાર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન શૃંખલામાં ભારતને એક મજબૂત વિકલ્પ તરીકે સ્થાપિત કરવા માટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઈએસએમ) 2.0 શરૂ કરશે.

ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચારિંગ સ્કીમ માટેનું બજેટ વધારીને રુ.40,000 કરોડ કરવામાં આવ્યું છે. સરકારની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આઈએસએમ 1.0 હેઠળ થયેલી પ્રગતિ અને સિદ્ધિઓ દ્વારા ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાઓનું અસરકારક રીતે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આઈએસએમ 2.0 હેઠળ સરકાર એસેમ્બલી અને પરીક્ષણ તેમજ સાધનો, સામગ્રી અને ડિઝાઇનને આવરી લેતી એક વ્યાપક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવાની યોજના ધરાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આઈએસએમ 1.0 ની સફળતાને ધ્યાનમાં રાખીને તેનો આગામી તબક્કો હવે શરૂ કરવામાં આવી રહ્યો છે જે સાધનો અને સામગ્રીના સ્થાનિક ઉત્પાદનને વધુ મજબૂત બનાવશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક