• શુક્રવાર, 01 મે, 2026

સાવરકુંડલાના બાઢડામાં પ્રેમ પ્રકરણમાં યુવકની કરપીણ હત્યા

અમરેલી,તા.30: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે પ્રેમ પ્રકરણની શંકાના આધારે એક 26 વર્ષીય યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાની હૃદયદ્રાવક ઘટના બની છે. વિરાણી હાઈસ્કૂલ પાસે ગંભીર હાલતમાં મળી આવેલા આ યુવાનને સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક યુવકની ઓળખ નિલેશ રમેશભાઈ ચુડાસમા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધના કારણે આ ઘાતકી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાવરકુંડલા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ફોરેન્સિક વિભાગ ખાતે મોકલી આપ્યો છે અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પંથકમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક