• શુક્રવાર, 01 મે, 2026

આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે મળશે હબ એન્ડ સ્પોકની સુવિધા

નાગરીક ઉડ્ડયન મંત્રાલયે એસઓપી જાહેર કરી : ઘરેલુ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની સુવિધા સરળ બનાવવા કવાયત્

નવી દિલ્હી, તા. 30 : નાગરીક ઉડ્ડયન મંત્રાલયે યાત્રીઓ માટે ઘરેલુ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને સરળ બનાવવા માટે હબ અને સ્પોક એવિયેશન મોડેલ લાગુ કરવા માટે કાર્યપ્રણાલી (એસઓપી) જાહેર કરી છે.

સૂત્રો અનુસાર એર ઇન્ડિયા પહેલી જૂનથી વારાણસી એરપોર્ટથી આ મોડલ આધારીત ટ્રાયલ શરૂ કરી શકે છે. યાત્રી વારાણસીથી દિલ્હી માટે ઉડાન ભરશે અને પછી ત્યાંથી લંડન માટે બીજી ફલાઇટ લેશે.

હબ એન્ડ સ્પોક મોડેલ એવા યાત્રીઓને સરળ કનેક્ટિવિટી આપશે જે સ્પોક એટલે કે નાના અને ક્ષેત્રીય એરપોર્ટથી કોઈ હબ એટલે કે મોટા એરપોર્ટ મારફતે આંતરરાષ્ટ્રીય સ્થળે જઈ રહ્યા હોય છે.

આ મોડેલ હેઠળ યાત્રીઓ માટે ઘરેલુથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયથી ઘરેલુ યાત્રાને વધારે સરળ બનાવવામાં આવશે. જેમાં ઇમિગ્રેશન પ્રક્રિયાઓ અને સામાન ટ્રાન્સફર સામેલ છે.

27 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવેલી એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે યાત્રીઓનું ઇમિગ્રેશન અને કસ્ટમ ક્લિયરન્સ પહેલી ફલાઇટના શરૂઆતી એરપોર્ટ અને અંતિમ ફલાઇટનાં સ્થળે એરપોર્ટે કરવામાં આવશે જ્યારે હબ એરપોર્ટ ઉપર સામાનનું ટ્રાન્સફર એરસાઇડમાં થશે.  એસઓપી અનુસાર હબ એન્ડ સ્પોક ફલાઇટનાં આંતરરાષ્ટ્રીય ચરણમાં યાત્રા કરનારા ભારતીય નાગરીકો માટે ડિજીયાત્રામાં રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. વધુમાં વેબ ચેક ઇન અને ઇ બોર્ડિંગ પાસની સુવિધા ઉપલબ્ધ રહેશે નહી. આવા યાત્રીઓને આઇ અને ડીના નિશાનના બે પાસ મળશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક