• શુક્રવાર, 01 મે, 2026

સામસામી ટક્કરના કેસમાં એક પક્ષને જ દોષિત માનવો અયોગ્ય : સુપ્રીમ

 -માર્ગ અકસ્માતના બનાવમાં આચરણનું નિષ્પક્ષ મૂલ્યાંકન જરૂરી

નવી દિલ્હી, તા. 30 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વની ટિપ્પણીમાં કહ્યું છે કે આમને સામનેની ટક્કરના બનાવના મોટર દુર્ઘટનાના દાવામાં આંખ બંધ કરીને માત્ર એક પક્ષને દોષિત ઠેરવી બેદરકારી નક્કી થઈ શકે નહીં. તેના બદલે ટક્કરમાં સામેલ તમામ પક્ષોનું આચરણ સંતુલિત, નિષ્પક્ષ અને તુલનાત્મક મૂલ્યાંકન થવું જોઈએ.

વર્ષ 2009ના એક જીવલેણ માર્ગ અકમાસ્તના બનાવમાં વળતરના દાવાને ફગાવવાનો ચુકાદો રદ કરતા જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મેહતા અને વિજય બિશ્નોઈની પીઠે માન્યું હતું કે, મોટર દુર્ઘટના દાવા અધિકરણ (એમએસીટી) અને પંજાબ- હરિયાણા હાઇ કોર્ટે હરિયાણા રોડવેઝના બસ ચાલકની ભૂમિકાની યોગ્ય રીતે તપાસ કર્યા વિના દુર્ઘટનાનો પૂરો દોષ માત્ર મૃતક ઉપર ઢોળી દીધો હતો, જે એક ભૂલ હતી.

શીર્ષ અદાલતે આ મામલે નવેસરથી સુનાવણી માટે એમએસીટી, ભિવાનીને પરત મોકલી દીધો હતો. સાથે જ ટિપ્પણી કરી હતી કે નીચલી અદાલતો દ્વારા અપનાવવામાં આવેલો દૃષ્ટિકોણ મોટર દુર્ઘટનાના મામલે બેદરકારી સંબંધિત સ્થાપિત કાનૂની સિદ્ધાંતોને અનુરૂપ નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક