-29 પર્યટક હતા સવાર, 15 બચાવાયા : 8 હજી લાપતા
ભોપાલ,
તા. 30 : મધ્ય પ્રદેશના જબલપુરમાં નર્મદા નદીના બરગી ડેમમાં ગુરૂવારે સાંજે એક મોટી
દુર્ઘટના બની હતી. ભારે પવન અને તોફાન વચ્ચે પર્યટકો ભરેલી એક ક્રૂઝ ડૂબી હતી. આ ક્રૂઝમાં
29 લોકો સવાર હતા. જેમાંથી 15 લોકોમાંથી અમુક તરીને બહાર આવ્યા હતા જ્યારે અમુકને પ્રશાસને
બચાવી લીધા હતા, આ ઉપરાંત 6 મૃતદેહ મળી આવ્યા હતા. દુર્ઘટનામાં હજી 8 લોકો લાપતા હોવાની
માહિતી મળી રહી હતી.
સ્થાનિક
લોકો પાસેથી મળેલી જાણકારી અનુસાર ખમરિયા ટાપુ પાસે અચાનકથી આવેલા ભારે તોફાનના કારણે
ક્રૂઝે સંતુલન ગુમાવ્યું હતું અને ડુબવા લાગ્યું હતું. ઘટનાની સૂચના મળતા જ બરગી પોલીસ
સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ ઉપરાંત એસડીઆરએફની ટીમે પણ સ્થળ ઉપર પહોંચીને રેસ્કયુ ઓપરેશન
શરૂ કરી દીધું હતું. બનાવમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને
તાકીદે ઈલાજ શરૂ કરવામાં આવ્યો હતો.