• શુક્રવાર, 01 મે, 2026

ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેનના નિર્માણના પ્રયાસો શરૂ કરાયા

- સિંગલ ટેન્ડર જારી : હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન,

ટેસ્ટિગ, કમિશાનિંગ, મેન્ટેનન્સની કામગીરી કરશે બીઈએમએલ કંપની

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30 :   1લી અને 2જી મેના રોજ સુરત સ્થિત અૉરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-ટઋછઈ-દક્ષિણ ગુજરાતનું આયોજન કરાયું છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

નોંધનીય છે કે, અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. ભવિષ્યમાં આ હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા બનાવવા પ્રયત્નોના ભાગરુપે અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ-ગઇંજછઈક દ્વારા 28મી, ફેબ્રુઆરી-2026માં ઇઊખક લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર જારી કરવામાં આવ્યું છે.  જે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત અનુસૂચિ ‘એ’માં સૂચિબદ્ધ કંપની છે. આ કંપની સંરક્ષણ, રેલવે, ઊર્જા, ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મશીનરી ઉત્પાદન અને મહત્ત્વપૂર્ણ  સેવાઓ પૂરી પાડે છે. આ ટેન્ડર અનુસાર કંપનીએ હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન બનાવવાથી શરૂ કરીને તેનું ઉત્પાદન, ટેસ્ટિંગ, તેનું કમિશાનિંગ અને લાંબા ગાળાના મેન્ટેનન્સની કામગીરી કરવાની રહેશે. ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણના ભવિષ્યલક્ષી વિઝન અનુસાર આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે

ઇ-પેપરના નવા શુલ્ક